ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન દેશભરમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં પણ મતદારોમાં સવારે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં સવારે 7.00 કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલ બપોરે 12.00 કલાક સુધીના મતદાનના આંકડા આવી ચૂક્યા છે. રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધી દાહોદમાં સૌથી વધુ 31.31 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ(પૂર્વ)ની બેઠક પર 19.12 ટકા મતદાન નોંધાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં કુલ સાંજ સુધીમાં કુલ મતદાન 61.78 ટકા નોંધાયું હતું. બપોરે 12 કલાક સુધીના આંકડાની ગત લોકસભા ચૂંટણીના આંકડા સાથે સરખામણી કરીએ તો હાલ મતદાન ઘણું જ ઓછું કહી શકાય. કેમ કે, સવારે 7 કલાકથી બપોરે 12 કલાક એટલે કે 5 કલાકમાં કુલ સરેરાશ મતદાન 25 ટકાની આસપાસ છે. હવે રાજ્યમાં મતદાનને માત્ર 6 કલાકનો સમય બચ્યો છે. જો સવારે 5 કલાકમાં સરેરાશ મતદાન 25 ટકા મતદાન નોંધાયું છે તો હવે આગામી 6 કલાકમાં પણ 25 ટકાની સરેરાશનો અંદાજ બાંધીએ તો રાજ્યમાં કુલ 50 ટકાની આસપાસ મતદાન થવાની સંભાવના બને છે. 


લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 26 બેઠકો પર કોણ-કોણ છે મેદાનમાં


સૌથી ઓછા મતદાનવાળી પાંચ બેઠક 
બેઠક                     મતદાન(ટકા)
અમદાવાદ(પૂર્વ)        19.12
અમદાવાદ(પશ્ચિમ)    20.10
પોરબંદર                 20.54
જામનગર                22.14
જૂનાગઢ                  23.17


લોકસભા ચૂંટણી 2019: પીએમ મોદી, હીરાબા, અમિત શાહ સહિત દિગ્ગજોનું મતદાન, VIDEO


2014ની સાથે સરખામણી 
2014માં રાજ્યમાં બારડોલી બેઠક પર સૌથી વધુ 74.94 ટકા મતદાન નોંદાયું હતું, જ્યાં અત્યારે બપોરે 12.00 કલાક સુધીમાં 28.55 ટકા મતદાન નોંધાયું છે. 2014માં સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 52.62 ટકા નોંધાયું હતું, જ્યાં અઅત્યારે બપોરે 12.00 કલાક સુધીમાં 20.54 ટકા મતદાન નોંધાયું છે. 


 


લોકસભા ચૂંટણી 2019: લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...