Vav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (10) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખ્યાતિ હોસ્પિટલે માત્ર 6 મહિનામાં સરકારને ખંખેરી નાંખી! આ અમે નહીં બોલે છે આંકડા


ગુજરાતની 07-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1,412 જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. 


'સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ': આ કોંગી નેતાના સણસણતા આરોપ


વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે. 


ગોંડલમા ચોંકાવનારી ઘટના! મંદિરમાં જઈને શખ્સે ગળા પર છરી ફેરવી કર્યો કમળપૂજાનો પ્રયાસ