અમદાવાદ :અમદાવાદ (Ahmedabad)ની એક સ્વરૂપવાન યુવતી છેલ્લા બે દિવસથી ગાયબ છે. વૃષ્ટિ (Vrushti Jasubhai) નામની યુવતી શિવમ નામના એક યુવક સાથે છેલ્લે 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળી હતી. તેના બાદથી બંને ગાયબ છે. ત્યારે અમદાવાદીઓ આ યુવતીને શોધવા માટે સોશિયલ મીડિયા (Social media) પર અમદાવાદ પોલીસને અપીલ કરી રહ્યાં છે. સમગ્ર મામલે બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાન (Soha Ali Khan)ની એક ટ્વિટ (Tweet)થી બહાર આવ્યો હતો. જેના બાદ સોશિયલ મીડિયા પર વૃષ્ટિનો શોધવાની અપીલ અમદાવાદ પોલીસ (Ahmedabad) દ્વારા કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની સુંદર યુવતી ત્રણ દિવસથી ગાયબ, એક્ટ્રેસ સોહા અલી ખાને કરેલી Tweetથી ખળભળાટ


વૃષ્ટિ નામની યુવતીના ગુમ થવાના મામલે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં માહિતી મળી કે, વૃષ્ટિના પરિવારજનો હાલ અમદાવાદમાં નથી. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વૃષ્ટિના ડ્રાઈવરે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. ડ્રાઈવરનું કહેવું છે કે, તે છેલ્લા વૃષ્ટિને એક યુવકના ઘરે મૂકી આવ્યો હતો. તો બીજી તરફ, ડ્રાઈવર જે યુવકના ઘરે વૃષ્ટિને મૂકવા ગયા હતો તે શિવમ નામનો યુવક પણ ગાયબ છે. વૃષ્ટિ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ગુમ થઈ છે. 


ખરાબ રસ્તા તોડી રહ્યા છે ખેલૈયાઓની કમર, નવરાત્રિ અડધી પૂરી થઈ છતા ખાડા પૂરાયા નથી  


આ સમગ્ર મામલે પોલીસને પ્રેમપ્રકરણની આશંકા સેવાઈ રહી છે. કહેવાય છે કે, વૃષ્ટિ સોહા અલી ખાનના મિત્રની મિત્ર થાય છે. તેથી તેણે ટ્વિટર પર તેને શોધવા માટેની ટ્વિટ કરી હતી. જેના બાદ હાલ વૃષ્ટિના મિત્રો, સંબંધીઓ, પાડોશીઓ તથા પરિચીત તમામ લોકો સોશિયલ મીડિયા પર વૃષ્ટિ તથા શિવમને શોધવા માટે અપીલ કરી રહ્યાં છે. વૃષ્ટિએ ફેસબુક પર પોતાની ઓળખ ફેશન ડિઝાઈનર તથા પત્રકારની બતાવી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :