ઉદય રંજન/અમદાવાદ :ગાયબ વૃષ્ટિ (Vrushti Jashubhai) કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપતાં કહ્યું હતું કે, મિસિંગ (Missing) વૃષ્ટિ અને શિવમ મહેસાણા (Mehsana) હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : એકસાથે 2 મોતનો અનોખો કિસ્સો, જાણી તમે પણ બોલી ઉઠશો અરે રે....


બી ડિવિઝન એસીપી એલ બી ઝાલાએ આ અંગે વિગત આપતાં કહ્યું કે, હાલમાં આ બંનેના ફોન બંધ આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ મહેસાણા હોઇ શકે છે. યુવતીનો ફોન મહેસાણામાં ટ્રેસ થયો છે. ત્યારે એક ટીમ મહેસાણા જવા રવાના થઈ છે. આ દિશામાં તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, નોંધાયેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનની બેથી ત્રણ ટીમ સમગ્ર કેસની તપાસમાં લાગી ગઈ છે. સમગ્ર કેસની તપાસમાં પીએસઆઈ કેસના અધિકારીઓ સામેલ છે. 


ખરાબ રસ્તા તોડી રહ્યા છે ખેલૈયાઓની કમર, નવરાત્રિ અડધી પૂરી થઈ છતા ખાડા પૂરાયા નથી  


જુઓ LIVE TV