Vyara Gujarat Vidhansabha Chutani Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન....


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    વ્યારા અને નિઝર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત ...

  • આઝાદી બાદ વ્યારા બેઠક પર પ્રથમવાર ભાજપ નું કમળ ખીલવા તરફ ...

  • વ્યારા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કોંકણી 18 રાઉન્ડ ના અંતે 14,485 મતે આગળ ...

  • નિઝર બેઠક પર ભાજપ ના ઉમેદવાર ડો જયરામ ગામીત 19 રાઉન્ડ ના અંતે 24,035 મતે આગળ ...

  • વ્યારા 171 બેઠક પર ભાજપ ના ઉમેદવાર ની જીત ...

  • ભાજપના ઉમેદવાર મોહન કોંકણી ની જીત ...

  • 21 રાઉન્ડ ના અંતે 20,994 મત થી આગળ ...

  • કુલ 22 રાઉન્ડ હતા જે પૈકી 21 રાઉન્ડ પૂર્ણ થયા ...

  • આઝાદી બાદ ભાજપે પ્રથમવાર જીત કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું

  • વ્યારા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા ક્રમે રહી ...


તાપી જિલ્લો
 
બેઠક : વ્યારા 
રાઉન્ડ : 12
પક્ષ : ભાજપ આગળ 
મત : 11310


વ્યારા વિધાનસભા બેઠકઃ
વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાની વાત કરીએ તો, ભાજપ છેક 1990થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં 27 વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી.


2022ની ચૂંટણી-
આ વખતે ભાજપ વ્યારા વિધાનસભા બેઠક પરથી જીતવાનો પ્રબળ દાવો કરી રહ્યું છે. વ્યારા વિધાનસભા બેઠકને જીતવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ અગાઉ જાહેર સભા સંબોધી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગત દિવસોમાં તાપીની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકને અંકે કરવા જાહેર સભા સંબોધી હતી. આ વિસ્તારના ખ્રિસ્તી મતદાતાને ધ્યાનમાં રાખી મોહનભાઈ કોકણીને ટિકિટ આપી છે અને આપમાંથી ભાજપના માજી જિલ્લા પ્રમુખ બિપિન ચૌધરી ચૂંટણી જંગમાં છે. જ્યારે, વ્યારા બેઠક પર હાલના સિટિંગ ધારાસભ્ય પુનાજી ગામીત ફરી એક વખત મેદાનમાં છે.


2017ની ચૂંટણી-
2017ના વિધાનસભા જંગમાં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ 88,576 મત મળ્યા હતા. જ્યારે, ભાજપના અરવિંદ ચૌધરીને 64,162 મતો મળ્યા હતા. એટલે ભાજપના ઉમેદવાર 24 હજરાથી વધુ મતે હાર્યા હતા.


2012ની ચૂંટણી-
2012માં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ 73,138 મતો મળ્યા હતા. જ્યારે, ભાજપના પ્રતાપભાઈ ગામીતને કુલ 59,582 મતો મળ્યા હતા. 2012માં પુનાજી ગામીત 13,556 મતે જીત્યા હતા.