Gujarat Election 2022, રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન માટે તો દરેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તો કેટલીક જગ્યાએ ટિકિટ ન મળવા પાર્ટીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘોડિયાના ભાજપના MLA અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષથી ઉમેદવારી નોંધાવશે. વાઘોડિયા બેઠકથી મધુ શ્રીવાસ્તવ અપક્ષથી ફોર્મ ભરશે. આજે સવારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું છે. ધીરજ ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.


નોંધનીય છે કે, ગઈકાલે (બુધવારે) ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે મુલાકાત કરી હતી. પરંતુ આ બેઠકમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહોતો. વડોદરામાં મધુ શ્રીવાસ્તવને મનાવવામાં મોવડી મંડળ નિષ્ફળ રહ્યું છે.  


આજે સવારે જ્યારે ફોર્મ ભરવા જતા મધુ શ્રીવાસ્તવે ZEE 24 કલાક સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓની ઈચ્છા મુજબ આજે અપક્ષ ઉમેદવારી કરીશ. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી વાઘોડિયાની જનતાની સેવા કરીશ. વાઘોડિયાની જનતાને છેલ્લી વખત જીતાડવા મધુ શ્રીવાસ્તવે અપીલ કરી હતી. ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હનુમાનજીની ગદા ફરશે અને મધુ શ્રીવાસ્તવ જીતશે.  ફોર્મ ભરતા પહેલા મધુ શ્રીવાસ્તવ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. અહીંથી તેઓ રેલી કરીને વિજય મૂહર્તમાં ફોર્મ ભરશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube