ઉનાળું વેકેશનમાં ફરવાનો પ્લાન કરો છો? તો આ સમાચાર વાંચી લેજો, નહીં તો બરાબરના પસ્તાશો
એક મહિના બાદ એટલે કે 16 એપ્રિલ પછીની ટ્રેનમાં પણ વેટીંગ જોવા મળી રહ્યું છે. મોટા ભાગની ટ્રેનમાં વેઇટિંગ અત્યારથી 150 થી 200 ની વચ્ચે જોવા મળી રહ્યું છે. લખનઉ, દિલ્હી, મુંબઈ, હાવડા, કાનપુર, પટના, આગ્રા જતી ટ્રેનોમાં વેઇટિંગ વધુ જોવા મળી રહ્યું છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ઉનાળાનું વેકેશન શરુ થાય તે પહેલા જ ટ્રેનમાં વેઇટિંગ શરૂ થઈ ચૂક્યું છે. એક મહિના બાદ એટલે કે 16 એપ્રિલ પછીની ટ્રેનમાં પણ વેટીંગ જોવા મળી રહ્યું છે. મોટા ભાગની ટ્રેનમાં વેઇટિંગ અત્યારથી 150 થી 200 ની વચ્ચે જોવા મળી રહ્યું છે. લખનઉ, દિલ્હી, મુંબઈ, હાવડા, કાનપુર, પટના, આગ્રા જતી ટ્રેનોમાં વેઇટિંગ વધુ જોવા મળી રહ્યું છે.
ફરી ડરાવી રહ્યો છે કોરોના! અમદાવાદમાં ઘાતક બન્યો કોરોના, ગુજરાતના માથે મોટી ચિંતા
ગત વર્ષે શરુ કરવામાં આવેલી સમર સ્પેશિયલ ટ્રેનનું શિડ્યુલ લંબાવવામાં આવ્યું છે. આગામી સમયમાં જો વેઇટિંગ વધશે તો તેની સામે પણ સુવિધા ઉભી કરવામાં આવશે. અમદાવાદથી લખનઉ જતી ટ્રેનમાં એક મહિના પહેલાનું વેઇટિંગ 186, પટના જતી ટ્રેનનું વેઇટિંગ 100-180, પ્રયાગરાજ 70-90 વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
લોક ડાયરામાં ડોલરનો વરસાદ; મસાણી માતાજીનાં માંડવામાં રમઝટ બોલાઈ, VIDEO વાયરલ
ઉનાળુ વેકેશનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકેન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચા વેઇટિંગ લિસ્ટ જોઇને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 50થી 300 સુધી પહોંચ્યું છે. અત્યારે મોટાભાગની ટ્રેનોમાં જૂન પહેલા કન્ફર્મ ટિકિટ મળવી અસંભવ છે. જૂન માસના પહેલા અઠવાડિયા સુધી તમામ લાંબા રૂટની ટ્રેનો પેક હોવાનું જણવા મળે છે.
કેમનો નીકળશે ઉનાળો! નળ છે, કૂવો છે, પણ નથી આવતું પાણી, મહિલાઓ વચ્ચે થાય છે યુદ્ધ
હાલ કોરોના અને ફ્લૂના કેસ સાથે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગેસ, તેલ, અનાજ, કઠોળ, પેટ્રોલ, ડિઝલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. આમ છતાં દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ અનુસાર ઉનાળા વેકેશનમાં ફરવા જવાના પ્લાન બનાવી રહ્યા છે. રાજકોટિયનો આ ઉનાળા વેકેશનમાં લોન લઈને પણ ફરવા જવા જાણે ઉત્સુક બન્યા છે તેવો ચિતાર ફ્લાઈટ, ટ્રેન, બસ, હોટેલ, રેસ્ટોરાંના બુકિંગ પરથી જોવા મળે છે.
આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન
ગુજરાતભરમાં થોડા દિવસોમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે. રાજકોટમાં અંદાજે 2 લાખ લોકો ઉનાળાના વેકેશનમાં ફરવા જતા હોય છે. આ વર્ષે મોંઘવારીના અસહ્ય માર વચ્ચે પેકેજ ટૂરમાં અંદાજે 20 ટકાનો જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ટ્રાન્સપોર્ટના ભાડા પણ વધારી દેવામાં આવ્યા છે. આ સાથે જ રહેવા-જમવા માટેની હોટેલ-રેસ્ટોરાં પણ મોંઘી બની છે એ સમયે સમર વેકેશનમાં હરવાફરવા જવા માંગતા રાજકોટિયનોએ ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે વધારે નાણાં ખર્ચવા પડશે.