કેમનો નીકળશે ઉનાળો! નળ છે, કૂવો છે, પણ નથી આવતું પાણી, 1 બેડા પાણી માટે મહિલાઓ વચ્ચે થાય છે યુદ્ધ
છોટાઉદેપુર જિલલ્લો એ આદિવાસી અને સરહદી જિલ્લો છે ત્યારે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા દિયાવાંટ ગામે પાણી માટે મહિલાઓ 1 કિલોમીટર દૂર ઓરસંગ નદીમાં વેરી ખોદી અને પાણી લાવવા માટે મજબૂર બની છે.
Trending Photos
ઝી બ્યૂરો/છોટાઉદેપુર: હાલ ઉનાળાની શરૂઆત થતાં જ છોટાઉદેપુરમાં પાણીનો પોકાર ઉભો થયો છે. છોટાઉદેપુરના સરહદી અને આદિવાસી વિસ્તરના દિયાવાંટ ગામે મહિલાઓ નદીમાં વેરી ખોદી પાણી ભરવા મજબુર બની છે. ગામમાં બોર છે હેડપંપ છે પરંતુ પાણીના સ્થળ ઊંડા થઈ જવાથી મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
છોટાઉદેપુર જિલલ્લો એ આદિવાસી અને સરહદી જિલ્લો છે ત્યારે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા દિયાવાંટ ગામે પાણી માટે મહિલાઓ 1 કિલોમીટર દૂર ઓરસંગ નદીમાં વેરી ખોદી અને પાણી લાવવા માટે મજબૂર બની છે. ગામમાં કુવા છે બોર છે પરંતુ પાણીના સ્તર ઊંડા જતા રહ્યા છે જેને કારણે મહિલાઓ ને વેરી ખોદી પાણી લાવવું પડે છે. દિયાવાંટ ગામમાં 1200 લોકોની વસ્તી આવેલી છે ત્યારે ગામમાં આવેલા બોરમાં માંડ થોડું પાણી આવે છે. કેટલાક હેન્ડ પંપ બગડેલી હાલતમાં છે.
હાલ તો દિયાવાંટ ગામની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે. દિવસમાં મહિલાઓને નદી પર પાણી લેવા માટે 4 થી 5 વાર જવું પડે છે અને મહીઓ થાકી જતા ઘરનું કામ પણ નથી કરી શકતી. પશુઓને પાણી પીવડાવવા માટે પણ મહિલાઓને મુશ્કેલી પડે છે ત્યારે મહિલાઓ સરકાર પાસે પાણીની આશા લઈને બેઠી છે. મહિલાઓને પાણી મળે તે માટે માંગ કરી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને ઘરે ઘરે પાણી મળે તે માટે નલ સે જલ યોજના બહાર પાડી છે છોટાઉદેપુરના છેવાડે આવેલ દિયાવાંટ ગામે આયોજન પણ પોહચી છે પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર ટાંકી મુકવાનું સ્ટ્રક્ચર ઉભું કર્યું છે તો કેટલીક જગ્યાએ ટાંકી પણ મૂકી છે પરંતુ ગામા કોઈ પણ જાતની લાઈનો નથી કરી એક ફળિયામાં લાઇન કરી છે પરંતુ નળ નથી નાખ્યા તો ટાંકીનું કનેક્શન પણ નથી કર્યું કોન્ટ્રાક્ટ અને અધિકારીઓની મિલી ભગતને કારણે મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલતો ગ્રામજનો વહેલી તકે પાણી મળે અને મહિલાઓને ઘર આંગણે પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે.
દિયાવાંટ ગામે બનાવેલ નલસે જળ યોજના ને લઈને વાસમોના અધિકારીને પૂછતાં તેઓ જણાવ્યું હતું કે દિયાવાંટ ગામે નલ સે જળ યોજના ની કામગીરી 2018માં થઈ ગઈ છે. પરંતુ જી.ઇ.બી દ્વારા વીજ કનેક્શન ન આપતા હાલ આ યોજનાનો લાભ ગ્રામજનોને મળી રહ્યો નથી. હાલ દિયાવાંટ ગામે એક ફળિયામાં સોલાર ટાંકી મૂકી છે. જેમાં હાલ પાણી આવે છે અન્ય 4 જગ્યાએ વીજ કનેક્શનના અભાવે લોકોને સુવિધા મળતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે