હિમાંશુ ભટ્ટ/મોરબી : જીલ્લાના વાંકાનેરમાં આજે યુવરાજ કેશરીસિંહ ઝાલાનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો ઉપરથી તેઓની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડવાજા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો ઉપર પુષ્પ વર્ષા કરીને નગરજનોએ વાંકાનેરના રાજા કેસરીસિંહ ઝાલાનું સ્વાગત કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં યુવકે કહ્યું હોટલમાં મળ તો ખરી તને મોજ આવી જશે એવું કામ કરવાનું છે પણ પછી...


છેલ્લા ચાર દિવસથી વાંકાનેરમાં યુવરાજ કેસરીસિંહ દિગ્વિજય સિંહ ઝાલાની તિલકવિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરમિયાન આજે વાંકાનેરના દરબાર ગઢ ખાતે યુવરાજ કેશરીસિંહ ઝાલાની તિલકવિધીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા રાજવી પરિવારો તેમજ ક્ષત્રિય સમાજ અને તમામ જ્ઞાતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરબાર ગઢથી લઈને અમરસિંહ બાપુના સ્ટેચ્યુ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


પિતા બન્યો હેવાન, નાની દીકરી સાથે દુષ્કર્મ કરીને ધમકાવી, ‘જો કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ’


જેમાં વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડવાજા, ઢોલ નગારાને સાથે રાખીને ભવ્ય શોભાયાત્રા દરબારગઢથી નિકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં અમરસિંહ બાપુના સ્ટેચ્યુ સુધી પહોંચી ત્યારે રસ્તામાં દરેક જ્ઞાતિ સમાજના લોકો તેમજ જુદા જુદા સંગઠનો દ્વારા વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પુષ્પ વરસા પણ કરવામાં આવી હતી ત્યારે વાંકાનેરના રાજા કેસરીદેવસિંહ ઝાલાએ પણ વર્ષોથી વાંકાનેરની પ્રજા તરફથી રાજવી પરિવારને પ્રેમ અને વાત્સલ્ય હતો. તેવા જ સંબંધો આગામી સમયમાં પણ જળવાઇ રહે તેવી લાગણી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube