ઝી બ્યુરો/અમદાવાદ: મ્યુનિશિપલ કોર્પોરેશન (AMC)ના ક્લાસ-2 અધિકારી સુનીલકુમાર રાણા (Sunil Rana) વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો હતો. AMCના અધિકારી સુનીલકુમાર રાણા પાસે છેલ્લા 10 વર્ષમાં પગારની આવક કરતા વધુ મિલકત મળી આવતા એસબીએ મોટી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ હવે મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારેસન દ્વારા સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Elections 2024: ભાજપ ગુજરાતમાં આ 20 સાંસદોની કાપી શકે છે ટિકિટ, જાણો ફોર્મ્યુલા


અમદાવાદ મનપાના વોર્ડ ઈન્સ્પેક્ટર સુનિલકુમાર રાણા વિરુદ્ધ ACBએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સુનિલકુમારની મિલકત આવક કરતા 306.11 ટકા વધારે છે. સુનિલકુમાર રાણાને આઠ વખત ACBની ઓફિસ બોલાવાયા હતા. સુનિલ કુમારે પોતાની સંપતિ જાહેર નહોતી કરી, પરંતુ ACBએ સુનીલ કુમારની સંપતિ અને બેન્ક એફડી શોધી હતી. બાલાજી અગોરા મોલ, જાસ્મીન ગ્રીનમાં રાણાની મિલકત હતી, અલગ અલગ બેંકમાં સુનિલ કુમારે 1.50 કરોડની રકમ જમા કરાવી હતી. ACB તમામ એકાઉન્ટ ફ્રિઝ કર્યા છે. તો બે મિલકત પત્ની અને એક પુત્રીના નામની મિલકત હોવાનું પણ સામે આવ્યું છે.


આવક કરતા વધુ મિલકતો મળી 
સુનીલ રાણા વિરુદ્ધ એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુનીલ રાણા AMCના શાહપુર વોર્ડના ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતો હતો. તેમની પાસેથી વર્ષ 2010થી 2020 સુધીના 10 વર્ષમાં પગારની રૂપિયા 65.41 લાખની આવક કરતા 300 ટકા વધુની મિલકત મળી આવી છે. સુનીલ રાણાની પત્ની અને દિકરાના નામે ત્રણ મકાન અને 1.50 કરોડની ફિક્સ ડિપોઝિટ સહિત રૂપિયા 2.75 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી, જેના પગલે એસીબીએ કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે. 


એકસાથે ગુજરાતમાં તૂટી પડશે ત્રણ મોટી આફત! આ અઠવાડિયા માટે અંબાલાલ પટેલની ભયાનક આગાહી


શાહપુર વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં સુનિલ રાણાએ વર્ષ 2010થી 2020 સુધીમાં ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરી રૂ.2.76 કરોડની બેનામી સંપત્તિ ભેગી કરી હોવા મામલે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને લઇ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારેસન દ્વારા વર્લ્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે. 


ગુજરાત અંધેર નગરી બનવા તરફ; વધુ એક નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું; કરોડોનું બિલ બાકી


વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા ક્લાસ ટુ અધિકારી હોવા છતાં પણ તેઓએ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી અને ગેરકાયદેસર રીતે બેનામી સંપત્તિ ઉભી કરી છે, જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠા ખરડાઈ છે. હાલ સુધી સુનિલ રાણા દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગમાં ઇન્દ્રપુરી વોર્ડમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.


કચ્છનું ધોરડો ફરી ચમક્યું! પ્રજાસત્તાક પરેડમાં ટેબ્લો સતત બીજા વર્ષે નંબર વન બન્યો