એકસાથે ગુજરાતમાં તૂટી પડશે ત્રણ મોટી આફત! આ અઠવાડિયા માટે અંબાલાલ પટેલની ભયાનક આગાહી

Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવી રહ્યુ છે તેમ જણાવ્યુ છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમ વર્ષા નથી થઇ તો હિમ વર્ષા પણ થશે. આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે, 31 જાન્યુઆરી સુધી વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે. જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે.

1/7
image

ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી. આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે.  

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે

2/7
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 

3/7
image

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય પરંતુ કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાઇ રહ્યુ છે. આ સાથે હવામાનમાં ભેજ આવી રહ્યો છે જેથી તાપમાન વધશે.

4/7
image

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં તાપમાન ઉંચકાશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આજે ગાંધીનગરમાં સૌથી ઓછું 11.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન રહેશે. તો દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે. પવનની ગતિ 15 કિમી આસપાસ રહેશે. 

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું

5/7
image

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે, પાંચ થી છ દિવસ તાપમાન યથાવત રહેશે. કોઈ કોઈ જગ્યાએ એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન થયું છે. તો નલિયામાં 10.5 ઓછું તાપમાન નોંધાયું છે. વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે. આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે. 

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે

6/7
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું.

7/7
image

તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.