મૌલિક ધામેચા/ અમદાવાદ : સસ્તા ભાવે મોબાઇલ, લેપટોપ અને LED ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો સસ્તા ભાવે આપવાની લલચામણી ઓફર ટેલિગ્રામ નામના સોશિયલ મીડિયા એપ પર મુકીને લોકોને છેતરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સોલા પોલીસ દ્વારા ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી ઓનલાઇન પૈસા QR કોડ સ્કેન કરી પોતાના ખાતામાં જમા કરાવતા હતા. ત્યાર બાદ ત્રણ દિવસે વસ્તુ આવી જશે તેમ કહીને ફોન નંબર બ્લોક કરી દેતા હતા. 1100 લોકો સાથે 18 લાખની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે. સોલા પોલીસે આરોપીઓની વધારે પુછપરછ ચાલુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને ગણતરીના કલાકોમાં 3 રિસોર્ટમાં ખસેડાયા

સોલા પોલીસને બાતમી મળી હતી કે, ચાંદલોડીયા વિશ્વકર્મા મંદિર પાસે શ્રીજી પાન પાર્લક પર કેટલાક લોકો ટેલિગ્રામ એપ્લિકેશન પર સસ્તા ભાવે મોબાઇલ, લેપટોપ અને એલઇડી ટીવી જેવી ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની જાહેરાત મુકીને છેતરપિંડી કરે છે. જેથી પોલીસ દ્વારા ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા હતા. 


મહેસૂલ મંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી

આ ત્રણેય ઠગ મોંઘી બ્રાન્ડની વસ્તુઓ કસ્ટમનો માલ હોવાનો દાવો કરીને સસ્તા ભાવે આપવાનો દાવો કરાત હતા. 50 ટકા પેમેન્ટ ફોન પે, ગુગલ પે અથવા ઓનલાઇન માધ્યમથી મંગાવતા હતા. ગ્રાહક પેમેન્ટ કરો તે ત્રણ દિવસમાં વસ્તું આવશે તેમ કહેતા હતા. ત્યાર બાદ તે વ્યક્તિનો નંબર બ્લોક કરી દેતા હતા. આ અંગે પોલીસે અનિષ જોશી ( નવા વાડજ), વિશાલ શર્મા (રહે. ચાંદલોડીયા) અને ધ્રુવ હિંગોલ (રહે. ચાંદલોડીયા) ની ધરપકડ કરી છે. આરોપીઓએ માત્ર 4 મહિના જેટલા ટુંકા ગાળામાં 18 લાખની છેતરપિંડી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર