સુરેન્દ્રનગર: વોરન્ટ બજાવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર આરોપી દ્વારા કરાયો હુમલો
બામણબોર પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ઢોકળવા ગામની સીમમાં આવેલ વાડીએ હસમુખભાઈ નામના આરોપીનું વોરન્ટ બજાવવા ગયા તે દરમિયાન કરવામાં હુમલો કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર/મયુર સિંધી: બામણબોર પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ઢોકળવા ગામની સીમમાં આવેલ વાડીએ હસમુખભાઈ નામના આરોપીનું વોરન્ટ બજાવવા ગયા તે દરમિયાન કરવામાં હુમલો કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર પોલીસ પર હુમલો થયાની ઘટનામાં આરોપીના ભાઇઓ ભોળાભાઇ ઝાપડિયા અને મનુભાઇ ઝાપડિયા દ્વારા પોલીસ સાથે મારામારી કરવામાં આવી હતી. વોરન્ટ બજાવા જઇ રહેલા પોલીસ અધિકારીઓને ઠોકળવા ગામની સીમમાં આરોપીના ભાઇઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો.
તાપી નદીનું અસ્તિત્વ બચાવવા સુરતીઓ નદીમાં ઉતર્યા, બનાવી માનવ સાંકળ
સુરેન્દ્રનગર પોલીસ પર અવરનાવર લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યાના અનેક બનાવો બન્યા હતા. ત્યારે ફરી એક વાર બામણખોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને કારણે બામણબોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.