તાપી નદીનું અસ્તિત્વ બચાવવા સુરતીઓ નદીમાં ઉતર્યા, બનાવી માનવ સાંકળ

શાસ્ત્રોમાં તાપી નદીનું ખુબ મહત્વ છે, એવું કહેવાય છે કે, ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. તો નર્મદા નદીના દર્શન કરવાથી મોક્ષ મળે છે. પરંતુ તાપી નદીના માત્ર સ્મરણ માત્રથી જ મોક્ષ મળે છે. ત્યારે તાપી નદીનું અસ્તિત્વ આજે જોખમાયું છે. અને તાપી માત્ર સ્મરણમાં જ રહી જાય તો નવાઈ નહિ તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. 
 

તાપી નદીનું અસ્તિત્વ બચાવવા સુરતીઓ નદીમાં ઉતર્યા, બનાવી માનવ સાંકળ

તેજશ મોદી/સુરત: શાસ્ત્રોમાં તાપી નદીનું ખુબ મહત્વ છે, એવું કહેવાય છે કે, ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. તો નર્મદા નદીના દર્શન કરવાથી મોક્ષ મળે છે. પરંતુ તાપી નદીના માત્ર સ્મરણ માત્રથી જ મોક્ષ મળે છે. ત્યારે તાપી નદીનું અસ્તિત્વ આજે જોખમાયું છે. અને તાપી માત્ર સ્મરણમાં જ રહી જાય તો નવાઈ નહિ તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. 

તાપી નદી પર આવેલા કોઝવેના ઉપરના ભાગમાં તો તાપી નદીનું અસ્તિવ બચ્યું છે, પરતું કોઝવેનાં ડાઉન સ્ટ્રીમમાં અરબી સમુદ્ર સુધી તાપી નદી નહીં પણ નાળું બની ગઈ છે. એક સમયે બંને કાંઠે વહેતી તાપી નદીનાં કોઝવે થી કેબલ બ્રિજ સુધીના ભાગમાં એક કિનારાથી બીજા કિનારે લોકો ચાલતા જઈ શકે છે. તાપી નદીની આજ સ્થિતિને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે તપીને બચાવવા માટે સુરતીઓ દ્વારા ‘લવ તાપી કેર તાપી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જે અતંર્ગત આજે મોટી સંખ્યામાં લોકોએ તાપી નદીમાં ઉતરીને માનવ સાંકળ બનાવી નહીં. લોકોએ સેવ તાપી, લવ તાપી, કેર તાપી નાં સુત્રો બોલાવ્યા હતા, લોકોનું કહેવું હતું કે તાપી તેમની માતા સમાન છે, પરતું આજે તાપીની સ્થિતિ જોઇને દુઃખ થઇ રહ્યું છે, તાપીનું જુનું સ્વરૂપ ફરી લોકોને જોવા મળે તે માટે તમામ સુરતીઓ ભેગા મળી આગળ આવે તેવી અપીલ પણ લોકો કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે તાપી નદીના અપ સ્ટ્રીમમાં પણ જળકુંભીનું રાજ છે, ત્યારે સરકારે ભલે 931 કરોડનો પ્રોજેક્ટ મંજુર કર્યો છે, પરતું તાપી નદીની વર્તમાન હાલત ને જોઈને સુરતીઓ જરૂર દુખી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news