ગીર સોમનાથ: 'રામ રાખે તેને કોણ ચાખે' સોમનાથમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પૂરઝડપે આવી રહેલી ગાડીએ બાઇક પર સવાર પોલીસકર્મીને કચડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના 11 જૂનના રોજ ગુજરાતના ગીર સોમનાથમાં બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોને તમે જોશો તો તમને બિલકુલ શાંત નજરે પડશે, પરંતુ ત્યારબાદ જે થયું એકદમ ચોંકાવનારું હતું. પૂરઝડપે એક ગાડી આવે છે અને અચાનક અટકી જાય છે, પછી તે ગાડીનો ડ્રાઇવર અચાનક ગાડીને રિવર્સ લે છે.  આ દરમિયાન પાછળથી ત્રણ બાઈક સવારો ત્યાં પહોંચે છે તેઓ કાઈને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ગાડીનો ડ્રાઈવર ગાડીને રિવર્સ કરે છે અને બાઈકને અડફેટે લે છે. આ ટક્કરમાં બાઈક પર સવાર ત્રણેય લોકોને ચમત્કારિક બચાવ થાય છે, પરંતુ તેમની બાઈક નીચે પડી જાય છે. 


બીજલ પટેલ બન્યા અમદાવાદના 34મા મેયર, જુઓ અન્ય પરિણામ 


મળતી માહિતી મુજબ હિતેશ પાંડે નામનો પોલીસ કોન્સ્ટેબલ બાઈક પર સવાર થઈને સમન્સ આપવા જઈ રહ્યો હતો. ત્યારે આરોપી રસ્તાની વચ્ચે જ કારને ઊભી રાખે છે. કોન્સ્ટેબલે તેને આ મામલે ઠપકો આપ્યો તો આવેશમાં આવીને આરોપીએ તેના પર કાર નીચે કચડી નાખીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો આરોપી પણ રિટાયર્ડ પોલીસ કર્મીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીની તપાસ હાથ ધરી છે.