ગુજરાતના છેવાડાના માનવી કષ્ટ વેઠીને મેળવે છે પાણી, બન્નીના રહેવાસીઓ પાણી માટે હિજરત સિવાય કોઈ વિકલ્પ નથી
Water Crises in Gujarat : PM મોદીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે માલધારીઓ હિજરત ન કરે. પરંતુ પાણીની તંગી જ એવી છે કે બન્નીવાસીઓને જીવવુ હશે તો પશુઓને લઈને હિજરત કરવી જ પડશે
- કચ્છના બન્ની વિસ્તારમાં પાણી ન મળતા લોકોને હાલાકી
- બન્ની પંથકના લોકોનો મુખ્ય વ્યવસાય છે પશુપાલન
- મુખ્ય લાઈનમાં ભંગાણ હોવાથી નથી મળતુ પાણી
- કલેક્ટર સુધી રજૂઆત બાદ પણ નથી મળ્યું પાણી
- પાણીની સમસ્યા હોવાથી લોકો હિજરત કરવા મજબૂર
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છ હંમેશાથી સૂકો પ્રદેશ રહ્યો છે. એક સમયે અહી પાણીની પોકાર બારેમાસ રહેતી. કચ્છના છેવાડાના સૂકા મલક અને કેટલાક વિસ્તારોને બાદ કરતાં પાણીના સ્થાનિક સોર્સનો અભાવ છે. ત્યારે સૂકા એવા બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ભર ઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે તરસ્યા છે.
બન્ની વિસ્તારની મહિલાઓ બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બન્ની વિસ્તારના અમુક ગામડાઓમાં ખાસ કરીને વાંઢમાં હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણી માટે લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાય છે. તથા ગામના લોકો પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : હિંસા વચ્ચે કોમી એકતાની મહેંક, મસ્જિદ આવતા જ શોભાયાત્રાનું ડીજે બંધ કરાયું, મુસ્લિમ અગ્રણીઓએ કર્યું સ્વાગત
દર વર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ તેવામાં કચ્છના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે. ભગાડીયા ગામમાં 2500 લોકોની વસ્તી છે 6500 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા નેસ અને કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહ્યાં છે. ધોમધમતા આકારા તાપમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે. તો પાણી પણ ખૂબ દૂષિત મળી રહ્યું છે.
ગામના સ્થાનિકો કહે છે કે, જીવન જરૂરી પાણી પણ ન મળતું હોવાથી કેટલાક લોકોને હિજરત કરવાનો વારો પણ આવ્યો છે. સૌથી મોટી સુવિધા જીવન જરૂરી પાણીની હોવી જોઈએ. પરંતુ અહીંના લોકોને પાણી નથી મળતું. ભૌગોલિક રીતે આ વિસ્તાર સૂકો મુલક છે, ત્યારે ઉનાળામાં તો સ્થિતિ બદતર થઈ રહી છે.
આ પણ વાંચો : અમદાવાદની ગરમીનો ટેસ્ટ, 4 અલગ વિસ્તારમાં ગરમીનો પારો અલગ નીકળ્યો, જ્યાં લીલોતરી છે ત્યાં ગરમી ઓછી
આ વિસ્તારમાં માનવ વસ્તી કરતાં પશુઓની સંખ્યા વધારે છે. ઉનાળામાં ઘાસ અને પાણીની સમસ્યાના કારણે માલધારીઓને હિજરત કરવાની નોબત આવે છે. ઉનાળાના પ્રારંભ સાથે જ આ વિસ્તારમાં ઘાસ અને પાણીની તંગી સર્જાય છે. જેને જોતા આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું અત્યારથી જ લાગી રહ્યું છે.
લોકોને પશુના અવાડામાથી દૂષિત પાણી પીવાનો સમય આવ્યો છે. બન્ની વિસ્તારના પશુ અને માનવીઓ પાણી માટે લાચાર છે. તેઓ સરકારની વિવિધ યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પાણીની સમસ્યા દૂર થતી નથી તેમ સ્થાનિક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.
લોકોને પાણી ન મળવા પાછળ બીજું કારણ એ છે કે અહીં પાણીની લાઇનો છે, પરંતુ ભુજથી ભીરન્ડિયારા થઈ નાની દધ્ધર ગામે પાણી પહોંચે છે. પણ રસ્તામાં 10થી 12 સ્થળોએ પાણીની મુખ્ય લાઈનમાંથી વાલ્વ ખોલી, પાણી ચોરી કરીને છેવાડા સુધી પાણી પહોંચવા દેવાતું નથી.