સૌરાષ્ટ્રવાળા ઉનાળો કેવી રીતે કાઢશે? 1000 જેટલા તળાવો-ચેકડેમો કોરાકટ થઈ ગયા
- રાજકોટ જિલ્લામાં અનેક ગામો એવા છે કે ગામની નજીકમાં જ નદીઓ પર બનાવવામાં આવેલા નાના ચેકડેમો તો શિયાળામાં જ ખાલી થઈ ગયા હતા
- રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા આશરે એક હજાર જેટલા તળાવો અને ચેકડેમો ઉનાળાની શરૂઆતમાં મોટાભાગનાં કોરા કટ થઈ ગયા
ઉદય રંજન/રાજકોટ :ઉનાળાના આરંભે જ રાજકોટ (rajkot) સહિત સૌરાષ્ટ્રના જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે. મોટાભાગના જળાશયોમાં 50 ટકા કરતા ઓછું પાણી (water crises) છે. ઉનાળાનાં આરંભે મોટાં જળાશયો 50 ટકા ખાલીખમ છે. રાજકોટ શહેરને પાણી પૂરુ પાડવા માટે 3 જળાશયોમાંથી પાણી મેળવાય છે. રાજકોટને આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ ત્રણેય જળાશયોમાં જિલ્લાને પહોંચાડવા માટે માત્ર 52.17 ટકા પાણી જ બચ્યું છે.
કયા ડેમમાં કેટલું પાણી
- આજી-1 ડેમમાં 32.22 ટકા પાણીનો જથ્થો છે
- ન્યારી-1 ડેમમાં 58.84 ટકા પાણીનો જથ્થો છે
- ભાદર-1 ડેમમાં 55.83 ટકા પાણી છે
અમદાવાદના પટેલ દંપતીની ઘાતકી હત્યા કરનારા 5 આરોપી આખરે પકડાયા
રાજકોટ મહાનગરપાલિકા શહેરને પાણી પૂરૂ પાડવા માટે 3 જળાશયોમાંથી પાણી મેળવાય છે. હાલ આજી-1 ડેમમાં પાણીનો જથ્થો ઓછો થતાં મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના મારફત નર્મદાનું પાણી લેવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજનાનું પાણી લેવામાં આવી શકે છે. પરંતુ રાજકોટ સિંચાઇ વિભાગ દ્વારા રાજકોટ શહેરને ઉનાળામાં ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપબ્લધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા આશરે એક હજાર જેટલા તળાવો અને ચેકડેમો ઉનાળાની શરૂઆતમાં મોટાભાગનાં કોરા કટ થઈ ગયા છે. તાલુકાઓમાં આ ચેકડેમો અને તળાવોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવતુ હોય છે તેવું રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક એન્જિનિયર એસ.જે પટેલે જણાવ્યું.
- આજી-1 ડેમ
સંગ્રહ શક્તિ - 933 MCFT
હાલનો જથ્થો - 300.83 MCFT (32.22 %)
જથ્થો પૂર્ણ થવાનો અંદાજિત સમય - 15 માર્ચ, 2021
- ન્યારી-1 ડેમ
સંગ્રહ શક્તિ - 1249 MCFT
હાલનો જથ્થો - 735.03 MCFT (58.84 %)
જથ્થો પૂર્ણ થવાનો અંદાજિત સમય - 31 મે, 2021
રસ્તા પર મોતનો ખેલ, આ સુરતી નબીરાને જોઈ તમારા દિલની ધડકન તેજ થઈ જશે
- ભાદર-1 ડેમ
સંગ્રહ શક્તિ - 6648 MCFT
હાલનો જથ્થો - 3711.41 MCFT (55.83 %)
જથ્થો પૂર્ણ થવાનો અંદાજિત સમય - 30 જુન, 2021
રાજકોટ જેવા જ હાલ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના...
આવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની પણ છે. સિંચાઈ આધારિત ડેમમાંથી ચારેક મહિનાથી પાણી છોડાતાં 30 થી 35 ટકા જ પાણી બચ્યું છે. સૌથી વધુ કપરી પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાની છે. પુષ્કળ વરસાદ છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં પાણીનો જથ્થો ઓછો હોવાનું અનુમાન છે. જિલ્લા દીઠ પાણીના સંગ્રહની વાત કરીએ તો, સંગ્રહ શક્તિના પ્રમાણમાં સૌથી ઓછું દ્વારકા જિલ્લામાં 29 ટકા, પોરબંદર જિલ્લામાં 35 ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં 41.88 ટકા, જામનગર જિલ્લામાં 45 ટકા જ્યારે રાજકોટ જિલ્લામાં 52.17 ટકા જેટલો પાણીનો સંગ્રહ બચ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા આશરે એક હજાર જેટલા તળાવો અને ચેકડેમો ઉનાળાની શરૂઆતમાં મોટાભાગનાં કોરા કટ થઈ ગયા છે. તાલુકાઓમાં આ ચેકડેમો અને તળાવોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે. પરંતુ હવે ચેકડેમો ખાલી થઈ ગયા છે.
વડોદરાના નબીરાઓની મહેફિલ માટે આફ્રિકાથી આવ્યો હતો ‘ખાસ દારૂ’
ચેકડેમ તો શિયાળામા જ ખાલી થઈ ગયા હતા
રાજકોટ જિલ્લામાં અનેક ગામો એવા છે કે ગામની નજીકમાં જ નદીઓ પર બનાવવામાં આવેલા નાના ચેકડેમો તો શિયાળામાં જ ખાલી થઈ ગયા હતા. ગોંડલ અને જસદણ તાલુકામાં આવા નાના ચેક ડેમોની સંખ્યા વિશેષ છે. તળાવોમાં તો ચોમાસુ પૂરું થયા બાદ લગભગ બે મહિના માંડ પાણી રહ્યું હતું. હાલ તો તે તળીયા ઝાટક થઈને પડયા છે. પશુઓ પાણી પી શકે તેટલુ પાણી કેટલાક તળાવોમાં બચ્યું નથી. હજુ ઉનાળાનાં ત્રણ-ચાર મહિના કાઢવાનાં બાકી છે ત્યારે આ વર્ષે જળ સંકટ ઘેરૂ બનવાનાં સંકેતો મળી રહ્યાં છે.