ભરશિયાળે ચોમાસા જેવો માહોલ! લાલ પાણીએ ગુજરાતના કયા જિલ્લાના લોકોનું જીવન બનાવ્યું નરક?
સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે ભરશિયાલે જોમાસા જેવી દશા થઈ...નર્મદા ડેમમાંથી છોડ઼વામાં આવેલા પાણીને કારણે ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો. અને લાખો લીટર પાણી કોઝ વે પરથી વહી ગયું. તો વડોદરાના ફરતીકુઈ ગામે નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી આસપાના ખેતરમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું.
ઝી બ્યુરો/વડોદરા: રાજ્યમાં એક તરફ પાણી નથી, તો જ્યાં પાણી છે તે પીવા લાયક નથી. તેમ છતાં તંત્રના અધિકારીઓ થોડા પણ ગંભીર બનતા નથી. ઉપરથી જે પાણી બચ્યું છે તેનો બેફામ વેડફાટ કરી રહ્યા છે. ગઈકાલે ભરશિયાળે એક ડેમ ઓવરફ્લો થયો. તો આજે કેનાલ ઓવરફ્લો થતાં પાણીનો બેફામ વેડફાટ થયો. તંત્રના પાપે વેડફાટ જ નહીં પરંતુ ઘરતીપુત્રોનો મહામુલો પાક નષ્ય થઈ ગયો.
વિકસિત ગુજરાતમાં અધિકારીઓ કેવું શાસન કરે છે તેના વીડિયોમાં દ્રશ્યો સાક્ષી પુરી રહ્યા છે. પહેલા દ્રશ્યો સુરન્દ્રનગર જિલ્લાના છે. જ્યારે બીજા દ્રશ્યો વડોદરાના ફરતીકુઈ ગામના છે. સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે ભરશિયાલે જોમાસા જેવી દશા થઈ...નર્મદા ડેમમાંથી છોડ઼વામાં આવેલા પાણીને કારણે ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો. અને લાખો લીટર પાણી કોઝ વે પરથી વહી ગયું. તો વડોદરાના ફરતીકુઈ ગામે નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી આસપાના ખેતરમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું.
આ બન્ને ઘટનાના અધિકારીઓની અણઆવડતને કારણે સર્જાઈ છે. તો ભાવનગરના તળાજામાં પણ સુરેન્દ્રનગર અને વડોદરા જેવી જ સ્થિતિનું નિર્માણ થયું....ભર શિયાળે પાદરગઢ ગામમાં વરસાદ વગર જ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. મહી-પરિયેજ યોજનાની લાઈનમાં ભંગાણ પડવાને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો. અને વેડફાટ થયેલું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જે લાઈનમાં ભંગાણ પડ્યું તે લાઈન પીવાના પાણીની હતી. પીવાના પાણીનો આવો વેડફાટ કેટલો યોગ્ય છે?
ગુજરાતમાં પાણીનું સંકટ ઉભુ થાય તેવી સ્થિતિ છે. શિયાળો ચાલુ છે એટલે પાણીની કિંમત બહુ સમજાતી નથી. પરંતુ જ્યારે ઉનાળો શરૂ થશે ત્યારે કેવી સ્થિતિ સર્જાશે?...કારણ કે ઉનાળો શરૂ થતાની સાથે જ ચારે બાજુથી બુમારાળ શરૂ થઈ જાય છે. અનેક ડેમના તળિયા દેખાવા લાગે છે. કેનાલ તળિયા ઝાટક થઈ જાય છે. લોકોને પાણી માટે પદયાત્રા કરવાનો વારો આવે છે. પરંતુ મહામુલા પાણીનો યોગ્ય રીતે ઉપયોગ તંત્રના અધિકારીઓ કરતા નથી. અને તેના જ કારણે શિયાળામાં વેડફાટ અને ઉનાળામાં પાણીની પારાયણ સર્જાય છે.