હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યભરમાં હાલ ચોમાસાની મોસમ પૂરબહારમાં છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ પ્રાંત એવા હશે જ્યાં વરસાદ વરસ્યો ન હોય. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેરબાન છે. વડોદરામાં તો પૂરની સ્થિતિ પણ ઉભી થઈ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ સુધી સરેરાશ 52 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 4 જળાશયો 1૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, 7 જળાશયો 7૦ થી 1૦૦ ટકા ભરાયા છે. તેમજ રાજ્યના 15 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયું છે. આ માહિતી રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળી છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાએ પોલીસ સ્ટેશનમાં રડતા-રડતા કહ્યું, ‘સાહેબ, મારા છોકરાથી બચાવો, તેણે મને ક્રિકેટના બેટથી ફટકાર્યા...’


વરસાદને કારણે રાજ્યના ડેમમાં પણ વરસાદની સારી એવી આવક થઈ છે. રાજ્યમાં હાલમાં 1000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોની માહિતી પણ સામે આવી છે.  


  • સરદાર સરોવરમાં 24438 ક્યુસેક

  • દમણગંગામાં 1,65,945 ક્યુસેક

  • ઉકાઇમાં 44,937 ક્યુસેક

  • શેત્રુંજીમાં 18,828 ક્યુસેક

  • કરજણમાં 5850 ક્યુસેક

  • ઓઝત-વીઅર(વંથલી)માં 5043 ક્યુસેક

  • ઓઝત-વીઅરમાં 3990 ક્યુસેક

  • કડાણામાં 1715 ક્યુસેક

  • ઝુજમાં 1567 ક્યુસેક

  • વણાકબોરીમાં 1500 ક્યુસેક

  • વેર-2માં 1450 ક્યુસેક

  • આજી-૨માં 1449 ક્યુસેક

  • ઓઝત-૨માં 1288 ક્યુસેક

  • આજી-૩માં 1194 ક્યુસેક


સુરતના ઓલપાડમાં 4 કલાકમાં 11 ઈંચ વરસાદ, NDRFની ટીમ સુરત મોકલાઈ, સ્કૂલોમાં રજા જાહેર


ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 15.78 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.28 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.84 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.88 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 18.95 એમ રાજયના કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 31.57 ટકા છે. એટલે કે 1,75,769.82 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે તેમ જળ સંપત્તિ વિભાગ દ્વારા આપવામાં આવી છે.