જયેશ દોશી/ કેવડીયા: ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં જ અવિરત વરસાદ પડતાં ડેમમાં પાણીની સપાટી 7 મીટર વધી જવા પામી છે. આજે પાણીની સપાટી 110.84 મીટરએ પહોંચી છે. ત્યારે હાલ ડેમ પર  લાગેલા જળસંકટના ગ્રહણ દૂર થયા છે એક મહિના પહેલા ડેમમાં પાણીની સપાટી 104 મીટર સુધી પહોંચી ગઈ હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ચોમાસુ જામ્યું: 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, કામરેજ-ગણદેવીમાં 7 ઇંચ વરસાદ


ગત 19 ફેબ્રુઆરીનાં રોજ પાણીનું લેવલ 110.64 મીટર થઈ જતા નર્મદા ડેમ પર રાજકારણ પણ રમાયું અને સરકારે ઇતિહાસ પ્રથમ વાર IBPT (ઇરીગેશન બાયપાસ ટનલ )નો ઉપયોગ કરવો પડ્યો હતો. અને આજ ટનલમાંથી ગુજરાતને પીવાનું પાણી આપવવામાં આવ્યું હતું. હવે આજે આ નર્મદા ડેમમાં ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડતા ડેમમાં નવા નીર આવતા ડેમ સપાટી 110.84  મીટર પર પહોંચી છે. ત્યારે આજથી IBPT ટનલ બંધ કરવામાં આવી છે. 

ગુજરાતનું એક એવું ગામ જ્યાં 18 વર્ષથી નીચેના લોકોને મોબાઇલ વાપરવા પર છે પ્રતિબંધ


CHPH (કેનલ હેડ પાવર હાઉસ ) ચાલુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ કારણે આજે 8 મહિનાથી બંધ પડેલ પાવર હાઉસ ફરી ચાલુ થશે તો સરકારને પણ વીજ ઉત્પાદન થકી લાખો રૂપિયાની આવક શરૂ થશે. જોકે અહીંના ઇજનેરો માને છે કે ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં આજ પ્રકારે વરસાદ ચાલુ રહે તો 2 મહિનામાં જ પાણીની સપાટી 130 મીટર પહોંચી જશે.