જપ્તવ્ય, યાજ્ઞિક, આણંદ: આણંદ (Anand) ના સત્તાધિશોએ આ દ્રશ્યો જોવાની જરુર છે કોરોના (Corona) જેવી બિમારીના ભરડામાં નાગરિકો હેરાન થઇ રહ્યા છે. ત્યારે ચાઇના (China) ને તેના માટે જવાબદાર માનવામાં આવે છે પરંતુ જ્યારે સ્થાનિક વ્યવસ્થામાં વહીવટની બાબત હોય ત્યારે આવી તકલીફોનો સામનો સામાન્ય પરિવારોને કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના મોટી ખોડીયાર રોડ ઉપર ગંગદેવનગર (Gangdevnagar) વિસ્તારમાં આવેલી સ્ટ્રોમ વોટર ડ્રેઈન (Srom Water Drain) લાઈનની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર (Contractor) ની બેદરકારીના કારણે અનેક જગ્યાએ પીવાના પાણીની પાઈપ લાઈનો તેમજ ડ્રેનેજ લાઈનો તૂટી છે. 


આજ પાઈપલાઈનો (Pipeline) યોગ્ય રીતે રિપેર નહી કરવાના કારણે પીવાના પાણીની પાઈપ લાઈનમાં દુષિત પાણી ભળવાના કારણે આ વિસ્તારમાં દુષિત અને ડહોળુ પાણી આવી રહ્યું છે. આ ડહોળુ દુષિત પાણી પીવાના કારણે આ વિસ્તારમાં 40થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી થયા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. ઉભરાતી ગટરોને લઈને લોકોને દુષિત પાણીમાં રહીને અવર જવર કરવાની ફરજ પડી રહી છે.

મિઝોરમની 27 વર્ષીય યુવતીનો મળી આવ્યો મૃતદેહ, યુવતી પાસેથી દારૂની બોટલ પણ મળી


જાગૃત નાગરિક રમેશ પ્રજાપતિએ નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજુઆત કરી હતી.આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે. જે અંગે કલેકટર (Collecter) દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે તપાસ કરી અગ્રતાના ધોરણે નિયમોનુસાર કાર્યવાહી કરવા આદેશ પણ આપ્યા છે. 


જોકે સમસ્યાના નિવારણ નહી આવતા મહિલાઓએ એકત્ર થઈને દુષિત પાણી જાહેર માર્ગો પર ઢોળી પાલિકા તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આ દુષિત પાણીની સમસ્યા અંગે તાકીદે નિરાકરણ લાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ઓલમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદની તૈયારીઓ શરૂ, સર્વે માટે ઔડાએ બહાર પાડ્યું ટેન્ડર


આ વિસ્તારમાં રેહતા ઉર્મિલા પ્રજાપતી કહે છે કે એક માસથી આ વિસ્તારમાં પાણીના નળમાંથી દુષિત અને દુર્ગંધ મારતું પાણી આવે છે જેથી પીવાનું ચોખ્ખુ પાણી મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં ખાનગી બોરમાંથી પાણી મેળવવા રઝળપાટ કરવી પડે છે, તેઓએ આ દુષિત પાણીની ઘટનામાં બેદરકારી દાખવનારાઓ સામે પગલા ભરવાની માંગ કરી હતી.


નાગરિકોની સમસ્યાનું નિવારણ લાવવા જો તંત્રએ જવાબદાર લોકો સામે લાલ આંખ કરવાની જરુર પડે તો તે પણ કરવી જોઇએ, આમ સામાન્ય માણસો બિમારીના ખાટલે પડ્યા રહે અને તંત્ર ના પેટનું પાણી પણ ન હલે તે ઠીક નથી. આણંદ (Anand) નગરપાલિકા આ નાગરિકોના દુષિત પાણીને સ્વચ્છ કરવા શું પગલા લેશે તે માટે સ્થાનિકો પણ રાહ જોઇ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube