જયેશ દોશી/નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં સારા વરસાદના પગલે પાણીની સારી આવક થઇ રહી છે. આજે નર્મદા બંધની જળ સપાટી 127.50 મીટર પર પહોંચી છે. અને હજી પણ પાણીની સારી આવક થઇ રહી છે. હવે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે. ગત વર્ષ કરતા આ વર્ષે 2592 mcm લાઈવ સ્ટોક પાણી વધુ સંગ્રહ થયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018માં પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર 46.20 mcm હતો. તેની સામે આ વર્ષે 2639 mcm લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે અડધું અડધ 4.5 maf મિલિયન એકર ફિટ-પાણી મળી શક્યું હતું. તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર 451 મી.મી. વરસાદ ખાબક્યો હતો. આ વર્ષે તેના કરતાં ડબલ વરસાદ વરસ્યો છે. હાલમાં પાણીની સપાટી 127.50 મીટર છે. ગત વર્ષે માત્ર 111.03 મીટર જ હતી.


કલમ 370 નાબુદ થતા કાશ્મીર પ્રવાસનને વેગ મળશે, ટુર ઓપરેટરને થશે મોટો ફાયદો


આમ ગુજરાતની જીવાદોરી આ વર્ષે સંપૂર્ણ ભરાઈ જશે તેવી આશા સર્જાઈ છે. 2017માં ગેટ બંધ થયા બાદ ઓવરફ્લો બંધ થયો હતો. નહિતર આ વર્ષે ડેમ 6 મીટરથી ઓવરફ્લો થયો હોત અને લાખો ક્યુસેક્સ પાણી દરિયામાં વહી ગયું હોત. સરકારની ઈચ્છા હતી કે, સરદાર સરોવર નર્મદા ડ્રમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાય જેથી પીવા અને સિંચાઈનું પાણી તેમજ વીજળી ઉત્પન્ન કરી શકાય. અને સાચા અર્થમાં બહુહેતુક યોજનાનો હેતુ સિદ્ધ થઈ શકે. 


કલમ 370ને દૂર કરતા મોદીજીનું ટેટુ હાથ પર દોરાવી આ ગુજરાતીએ કરી અનોખી ઉજવણી


ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર અંર મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનને પણ ફાયદો થશે.જો કે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થયેલ છે.હજી નર્મદા ડેમનાં અન્ય બંધો માંથી પાણી છોડાયું નથી પણ આવનાર દિવસોમાં જ્યારે તે ડેમોમાંથી પાણી છોડવાની સ્થિતિમાં વધુ આવક થશે.


જુઓ Live TV:-