રવિ અગ્રવાલ, વડોદરા: ઉનાળાની શરૂઆત થતાં જ વડોદરામાં પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે, ત્યારે ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીએ પાણીનો જગ વેચતા વિક્રેતાઓ પીવાના પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન જોડી પાણી ચોરી કરી રહ્યા હોવાનો આક્ષેપ પાલિકાની સભામાં કરતા હડકંપ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના વોર્ડ નંબર 15 ના ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ કોર્પોરેશનની સામાન્ય સભામાં પીવાના પાણીની ચોરી થતી હોવાનો આક્ષેપ કર્યો, જેમાં આજવા વાઘોડિયા રોડ પર પાણીનો જગ વેચતા વેપારીઓ કોર્પોરેશનની પીવાના પાણીની લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન લઈ પાણી ચોરી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ આ બાબતનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખી તપાસ કરાવવા માંગ કરી છે.


ગેસના બાટલાના ભાવ વધારા સામે અમદાવાદની મહિલાઓ ચિંતામાં, સરકાર પાસે કરી આ માંગ


ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં પીવાના પાણીનો કકળાટ ઊભો થયો છે, જેમાં પણ આજવા વાઘોડિયા રોડ પર પીવાના પાણીનો સૌથી વધુ કકળાટ છે. ત્યારે ભાજપ કોર્પોરેટર પાણી ચોરી રોકવા માંગ કરી છે. જેના પગલે મેયર સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. તેમજ જે કોઈ ગેરકાયદે પાણી ચોરી કરતો હોય તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.


World Water Day: અમદાવાદીઓ માટે સારા સમાચાર, ઉનાળામાં નહીં સર્જાય પાણીની તંગી


બીજીતરફ આર.ઓ પ્લાન્ટ લગાવી પીવાના પાણીનો જગ વેચતા વેપારીઓ કોર્પોરેટરના આરોપને ખોટો ગણાવી રહ્યા છે. વેપારીઓ બોરિંગ કરીને પાણી મેળવી ફિલ્ટર કરી જગમાં ભરી વેચી રહ્યા છે. પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન સ્થળ પર જોવા નહિ મળ્યું.


અન્ય સમાચાર અહીં વાચો:-


સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગથી ઉહાપોહ, સિનિયરોએ જૂનિયરો પાસે કરાવ્યું આ કામ કે...


માતા બની કુમાતા: એક પંથકમાંથી મળી આવ્યા બે મૃત નવજાત શિશુ, લોકોમાં ફિટકારની લાગણી


મોડી રાત્રે એવું તો શું બન્યું કે સવારે બસ સ્ટેન્ડમાંથી મળ્યો મૃતદેહ, આરોપીએ કર્યો મોટો ખુલાસો


વડોદરાના સેવાતીર્થ આશ્રમની છત ધરાશાયી, બે મહિલાના મોત; એક ગંભીર ઇજાગ્રસ્ત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube