ગેસના બાટલાના ભાવ વધારા સામે અમદાવાદની મહિલાઓ ચિંતામાં, સરકાર પાસે કરી આ માંગ

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 6 ઓક્ટોબર 2021 બાદ વધ્યા છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

ગેસના બાટલાના ભાવ વધારા સામે અમદાવાદની મહિલાઓ ચિંતામાં, સરકાર પાસે કરી આ માંગ

સપના શર્મા, અમદાવાદ: ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 6 ઓક્ટોબર 2021 બાદ વધ્યા છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસના બાટલાના વધતા ભાવને કારણે અમદાવાદની મહિલાઓ ચિંતામાં મુકાઈ રહ્યા છે.

આજથી જ ગેસના બાટલા ઉપર વધુ 50 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ત્યારે ગેસના બાટલાના વધતા ભાવને કારણે મધ્યમવર્ગી પરિવરો ચિંતામાં મુકાઈ રહ્યા છે. ઘરનું બજેટ સંભાળતી મહિલાઓં માટે ભાવ વધારો સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે. એવામાં અમદાવાદની મહિલાઓનું કહેવું છે કે, ભાવ વધારાને કારણે ખાવું શું અમારા માટે તો એ ચિંતાનો વિષય બન્યો છે.

દરેક વસ્તુમાં ભાવ વધારો થઈ રહ્યો છે. ઘરમાં પાંચથી છ વ્યક્તિ રહેતા હોય અને નોકરી કરનાર એક વ્યક્તિ હોય એવામાં ગેસના બાટલા પર 50 રૂપિયાના વધારાથી અમારે ઘર કેમ ચલાવવું. સવારથી ઉઠીયે ત્યારથી રાત સુધી ગેસના બાટલાનો ઉપયોગ થતો હોય છે. ત્યારે અમદાવાદની દરેક મહિલાઓ આજે ભાવ વધારા સામે સરકાર રાહત આપે તેવી માંગણી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદશો તો તમારે 949.50 રૂપિયા આપવા પડશે. જ્યારે કોલકાતામાં તમે સિલિન્ડર ખરીદશો તો તમારે 976 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 915.50 રૂપિયાથી વધીને 965.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં LPG સિલિન્ડરનો ભાવ 956.50 રૂપિયા થયો છે. આજથી જ LPGમાં ભાવ વધારા સાથે નવી કિંમત લાગૂ થઈ ગઈ છે.

અન્ય સમાચાર અહીં વાચો:-

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news