રજની કોટેચા/ગીર-સોમનાથ :થોડા સમય પહેલા જ્યારે સમગ્ર ગુજરાતમાંથી પાણીની પોકારો ઉઠી હતી, ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે, 1 જુલાઈ  સુધી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય. નાગરિકોને પુરતું પાણી પૂરૂં પાડવામાં આવશે. પરંતુ હાલ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. ગીર સોમનાથનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના કેટલાકના વિસ્તારોમાં પાણીની સમસ્યા કેવી છે તેની વાસ્તવિકતા સામે આવી છે.


ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ : નશેડી PSIએ જ ઈજાગ્રસ્ત યુવક સામે ફરિયાદ નોંધાવી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 
સુરત : 8 પોલીસ કર્મી સામે લુકઆઉટ નોટિસ છતા પોલીસનો પાવર ન ગયો, જેલ સત્તાધીશોએ કોર્ટ ઓર્ડરને રસ્તા પર ફેંક્યો


પાણી માટે વલખા મારતું એલમપુર ગામ
ઉના તાલુકામાં આવેલું એલમપુર ગામ પીવાના પાણી માટે કેવા વલખા મારી રહ્યું છે તે સામે આવ્યું છે. એલમપુર ગામમાં પીવાના પાણીનું ટેન્કર આવતા ગામના લોકોએ દોટ મૂકી હતી. મહિલાઓ માથે-કમરે બે-ચાર ઘડા લઈને ટેન્કર પર તૂટી પડી હતી. પોતાને પાણી મળશે કે નહિ તે વિચારમાં મહિલાઓ ટેન્કર પર ધસી પડી હતી. ક્યાંક પોતે રહી ન જાય તે માટે મહિલાઓ સાથે ઘરના બાળકોએ પણ પાણી ભરવા માટે પડાપડી કરી હતી. પણ, જોતજોતામાં જ ટેન્કરનું પાણી ખાલી થઈ ગયું હતું. અને જેમ ટેન્કરનું પાણી ખાલી થઈ ગયું, તેમ લોકો હવાડા તરફ પાણી ભરવા દોડી હતી. 



એલમપુર ગામમાં પાણીની સમસ્યા કેટલી ગંભીર હશે કે, મહિલાઓ પશુઓના હવાડામાં પાણી ભરવા દોડવા માટે મજબૂર બની હતી. તો મોટાભાગની મહિલાઓ ખાલી બેડા લઈ જતી પણ નજરે પડી હતી. આમ, પાણી મેળવવાનું આ દ્રશ્ય બહુ જ દુખદાખક છે. તો બીજી તરફ, સરકારના પ્લાનિંગ સામે લપડાક સમાન છે. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેથી ગામની પરિસ્થિતિનો ચિતાર લોકોની સામે આવ્યો છે. 


કાળઝાળ ગરમી વચ્ચે આવ્યા ખુશીના સમાચાર, ગુજરાતમાં આ દિવસે પડશે વરસાદ 


તો જાણવા મળ્યું છે કે, એલમપુર ગામમાં હાલ આંતરે દિવસે પાણી આપવામાં આવે છે. 10-12 દિવસ પહેલા હાઇવેનું કામ ચાલી રહ્યું હોવાથી પાણીની પાઇપ લાઇનને નુકસાન થયું હતું. આ દરમિયાન ગામમાં પાણીની સમસ્યા ઉભી થઈ હતી. આ દિવસોમાં ત્રણ દિવસ માટે પાણી બંધ રહ્યું હતું.