ઝી બ્યુરો/દાહોદ: દાહોદના રોઝમ ગામે એક મોટી દુર્ઘટના બની છે. દાહોદના રોઝમ ગામે પાણી પૂરવઠા વિભાગની નિર્માણાધિન ટાંકી ધરાશાયી થઈ છે. નિર્માણાધીન ટાંકી ધરાશાયી થતાં 3 વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધારે શ્રમિકો દટાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતની ઘટનાને પગલે ચારેતરફ અફરા તફરી મચી જવા પામી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમનો નીકળશે ઉનાળો! આ જિલ્લામા અર્ધનગ્ન બની પાણી માટે વિરોધ! શોભાના ગાંઠિયા સમાન બની


આ વિશે મળતી માહિતી પ્રમાણે, દાહોદના રોઝમ ગામે સમીસાંજે પાણી પૂરવઠા વિભાગની નિર્માણાધિન ટાંકી ધરાશાયી થઈ છે, જેના કાટમાળ નીચે દબાવાથી ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. નિર્માણાધિન ટાંકીનો ત્રીજો સ્લેબ ધરાશાયી થયો હતો. 10 થી વધુ મજૂરો દબાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.


આ પ્રતિબંધ મૂકાશે તો સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલી વધશે, જાણો શું છે મોટું કારણ


જાણવા મળી રહ્યું છે કે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકી બનતી હતી. સ્લેબ નીચે પડતા કેટલાક લોકો ઘવાયા હતા. 40 ફૂટ ઉંચી ટાંકીનો સ્લેબ તૂટતા મજૂરો નીચે દટાયા હતા. જોકે, તમામને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ તમામ ઘાયલ લોકોને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા છે.