હિમાંશુ ભટ્ટ/મોરબી: ગુજરાતની ગણના દેશના સૌથી વિકસિત રાજ્યમાં થાય છે,સરકાર નળથી જળ આપ્યાના દાવા કરે છે, પરંતુ મોરબીમાં છેલ્લા 20 દિવસથી પાણીનો પોકાર ઉઠ્યો છે. રવાપર ગામે ઘણા સમયથી પાણી ન મળતાં સ્થાનિકો વિફર્યા અને કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.


  • ગરમી ઘટી તો પણ નથી મળતું પાણી

  • પાણી ન મળતાં સ્થાનિકો પરેશાન 

  • મોરબીમાં પાણીની જોવા મળી પારાયણ

  • રવાપરના રહીશોએ કર્યો ઉગ્ર વિરોધ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના રવાપર ગામના લોકો છેલ્લા 20 દિવસથી પાણી ન મળતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, મોરબી પાસે આવેલા રવાપર ગામે પ્રમુખ સોસાયટી વિસ્તારમાં 26 જેટલા એપાર્ટમેન્ટ આવેલા છે, અહીંના લોકોને પીવાના પાણીના ધાંધિયા છે. અનેક વખત તંત્રને રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. જેના કારણે સ્થાનિક લોકોએ કલેક્ટર ઓફિસ બહાર અડિંગો જમાવીને પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા.


પાણી વગર જીવન શક્ય નથી. પાણી પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ સ્થાનિકોને તંત્ર પાણી આપવામાં નિષ્ફળ નિવડતાં લોકોને પોતાની રીતે પૈસા આપીને પાણી ખરીદવું પડે છે. લોકો કહી રહ્યા છે કે સરકાર મોટા મોટા દાવા કરે છે કે નળથી જળ આપીએ છીએ. પરંતુ આ બધા માત્ર પોકળ દાવા છે. 


  • પાણી ન મળતાં સ્થાનિકોનો વિરોધ 

  • 20 દિવસથી પાણી ન મળતાં લોકો વિફર્યા 

  • ધારાસભ્યએ આપ્યા ઉડાઉ જવાબ 

  • 'નળથી જળના સરકારના પોકળ દાવા'

  • કલેક્ટર ઓફિસમાં જઈ કર્યો ઉગ્ર વિરોધ 

  • કલેક્ટરે જલદી પાણી આપવાનું આપ્યું વચન


પાણી ન મળતાં પરેશાન લોકોએ સ્થાનિક ધારાસભ્ય દુર્લભ દેથરિયાની પણ ઓફિસ પહોંચી હતી. પરંતુ તેમણે સમસ્યાના ઉકેલવાને બદલે આંખ આડા કાન કર્યા હતા...જો કે કલેક્ટર કચેરીએ પહોંચ્યા પછી સ્થાનિકોને વહેલી તકે પાણી મળી જશે તેવી ખાતરી કલેક્ટરે આપી હતી. જેના કારણે મામલો થાળે પડ્યો હતો. પરંતુ હવે એ જોવાનું રહેશે કે સ્થાનિકોને ક્યારે ખરેખર પાણી મળી રહે છે.