હિમાશું ભટ્ટ, મોરબી: મોરબી તાલુકામાં છેલ્લા 10 દિવસથી સતત અવિરતપણે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેથી કરીને કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. હાલમાં ઘણા ખેડૂતોને કપાસ, મગફળી, તલી સહિતના પાકને નુકસાન થયેલ છે અને મોટાભાગના ખેડૂતો કે જેના ખેતરમાં પાણી ભરાયેલ છે. આ લોકોને ચોમાસુ પાક ખેતરમાંથી કાઢવા માટે રોટા વેટર મશીન મૂકવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી કરીને સરકારી તંત્ર દ્વારા તાત્કાલીક સર્વે કરીને ખેડૂતોને મળવાપાત્ર સહાય ચુકવવામાં આવે તેવી લાગણી અને માગણી હાલમાં મોરબી તાલુકાના બેલા પાસેના ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજકોટમાં કોરોના વિસ્ફોટ, 2 દિવસમાં 68 સફાઈ કર્મચારી પોઝિટિવ


ચાલુ વર્ષે ચોમાસાના આગમન પહેલા હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેથી કરીને ખેડૂતોને ચોમાસામાં સારા પાક આવે તેવી આશા અને અપેક્ષા સાથે મોટાભાગના ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું અને ત્યારબાદ જે તે સમયે વરસાદ પડયો હતો અને પછી વરસાદ ખેંચાયો હતો. જો કે, હાલમાં છેલ્લા લગભગ 10 દિવસથી અવિરત પણે હળવો અને ભારે વરસાદ મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહ્યો છે.


આ પણ વાંચો:- મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ


ત્યારે ઘણી જગ્યાએ ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી સતત ભરાયેલા રહેતા હોવાથી ખેડૂતોને ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો વાત કરીએ મોરબી તાલુકાની તો જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ અને તેની આસપાસમાં ખેતર ધરાવતા ખેડૂતોના ખેતરમાં લગભગ આઠ દસ દિવસથી વરસાદી પાણી ભરાયા હોવાના કારણે હાલમાં મગફળી, કપાસ, કઠોળ અને તલીના પાકોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે.


આ પણ વાંચો:- અમદાવાદ-સુરતને પગલે રાજકોટ... કોરોનાને કાબૂમાં લેવા વધુ એક IASની નિમણૂંક કરાઈ


ખેડૂતોને આ ચોમાસુ પાકનું વાવેતર હતું તે સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવા સંજોગોમાં સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે અને સરકાર તરફથી જે કાંઈ પણ મળવાપાત્ર સહાય થતી હોય તે ખેડૂતોને જો આપવામાં આવે તો જ ખેડૂતો અત્યારે આ પરિસ્થિતિ સામે ટકી શકશે નહીં તો મોટાભાગના ખેડૂતોને પોતાના ખેતરમાં 50 હજારથી લઈને દોઢ લાખ સુધીનો ખર્ચો થયો હોવાનું હાલમાં ખેડૂતો કરી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર