દ્વારકામાં જળબંબાકાર, અનેક રોડ રસ્તાઓ બંધ, સામાન્ય નાગરિકથી માંડી ખેડૂત પરેશાન
દેવભૂમિ જિલ્લામાં વરસાદી પાણીથી અનેક રોડ રસ્તાઓ બંધ થયા છે. યાત્રાધામ દ્વારકામાં વધુ એક માર્ગ પર પાણી ભરાતા બાર જેટલા ગામોના વાહન વ્યવહાર ખોરવાય રહ્યો છે. અનેક ખેતરોમાં પાણી-પાણી ભરાતા લોકો અને ખેડૂતોને હાલાકી થઈ રહી છે. ત્યારે Zee 24 કલાકનો અહેવાલ પ્રસારિત કરવા માટે દેવભૂમિ દ્વારકા ચરકલા માર્ગ એ પહોંચી છે.
રાજુ રૂપારેલિયા/દ્વારકા: દેવભૂમિ જિલ્લામાં વરસાદી પાણીથી અનેક રોડ રસ્તાઓ બંધ થયા છે. યાત્રાધામ દ્વારકામાં વધુ એક માર્ગ પર પાણી ભરાતા બાર જેટલા ગામોના વાહન વ્યવહાર ખોરવાય રહ્યો છે. અનેક ખેતરોમાં પાણી-પાણી ભરાતા લોકો અને ખેડૂતોને હાલાકી થઈ રહી છે. ત્યારે Zee 24 કલાકનો અહેવાલ પ્રસારિત કરવા માટે દેવભૂમિ દ્વારકા ચરકલા માર્ગ એ પહોંચી છે.
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આર.સી પટેલ કોરોના પોઝિટિવ, કાર્યકર્તાઓમાં ભાગદોડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક.અને અવિરત વરસાદથી અનેક શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં અને અનેક માર્ગો પર પાણી ભરાવવાનીં સમસ્યા ઉદભવી છે. ત્યારે દેવભૂમિ દ્રારકાના ચરકલા માર્ગ કે દસથી બાર જેટલા ગામોને જોડતો માર્ગ છે. ઉપરાંત જામનગર રાજકોટ જવા માટેનો આં શોર્ટકટ માર્ગ છે. જ્યાં વાહન ચાલકોને ૧૮ થી ૨૦ જેટલા કિલો મીટરનો બચાવ થાય છે. તે માર્ગ પર કમરડૂબ જેટલું પાણી ભરાતા વાહન ચાલકો અને રસ્તામાં આવતા ગામડાઓના લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. માત્ર બે થી ચાર ઇંચ જેટલા વરસાદમાં આ રોડ પર પાણી ભરાવવાની સમસ્યા ઉદભવે છે. ઉપરવાસના પાણીથી અહી આવતા દર વરસાદથી આ સ્થિતિ ઉભી થાય છે, ત્યારે લોકો તંત્ર પાસે પાણી નિકાલની વ્યવસ્થા માટે નાલી બનાવવા અને પુલ બનાવવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડૂત અને અન્ય લોકો સાથે Zee 24 કલાકે ખાસ વાત કરી હતી.
ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર: ગંધારા સુગરમાં અટવાયેલા પૈસા પરત કરવાની કાર્ય યોજનાને કેબિનેટની મંજૂરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં અનેક માર્ગો વરસાદથી થયા પ્રભાવિત. છેલ્લા ૨ દિવસ થી અને બે થી સાડા પાંચ ઈંચ વરસાદ થી થયા અનેક વિસ્તારો પ્રભાવિત. દેવભૂમિ દ્વારકાના ચરકલા માર્ગ પર પણ વાહન વ્યવહાર ખોરવાયો છે. ૧૦ થી ૧૨ ગામડાઓને જોડતો અને જામનગર તરફનો શોર્ટકટ માર્ગ ગણાય છે. ત્યારે અનેક માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. અમુક વખત જીવ નાં જોખમે ફરજિયાત લોકો ને રેલવે બ્રીજ પર થી પસાર થવાની ફરજ પડે છે. પાણી નિકાલ માટે નાલી અને અવર જવર કરવા પુલ બનાવવાની માંગ ઉઠી રહી છે. દર વખતે આવી સ્થિતિ ઉદભવતી હોવા છતાં તંત્ર નિષ્ક્રિય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર