મૌલિક ધામેચા/અમદાવાદ : મકરસંક્રાંતિમાં છેલ્લા ચાર વર્ષથી પક્ષીઓના અભયદાન માટે કરૂણા અભિયાન રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ ૧૩ હજારથી પણ વધારે  વોલિયન્ટર પક્ષીઓના રેસ્ક્યુ માટે ઉતરાયણ સંદર્ભે ઈમરજન્સી ટ્રીટમેન્ટ મળી રહે તે માટે કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ ચાઈનીઝ કે કોટેડ દોરી વાગવાને કારણે ઘવાતા હોય છે. જેને પગલે સમાજમાં જીવદયાનો મેસેજ જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી બોડકદેવ સ્થિત વાઈલ્ડ લાઈફ સેન્ટરની રવિવારે મુલાકાત લીધી હતી. ઉપરાંત સાથે જ વનમંત્રી ગણપત વસાવા પણ હાજર રહી વોલેન્ટરીની કામગીરી અને ઇજાગ્રસ્ત પક્ષીઓની સ્થિતિથી વાકેફ થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્ય હંમેશા કડવું હોય છે અને હું સત્ય બોલું એટલે કડવો લાગુ છું: નીતિન પટેલ

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત રાજ્યમાં જીવદયા માટે કામ કરતી અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ ઉપરાંત 650 હોસ્પિટલ, 5000 સરકારી કર્મચારી અને 13500 વોલેન્ટિયર્સ આ અભિયાન સાથે જોડાયેલા છે. ઉપરાંત હેલ્પલાઇન નંબર (1962 કરૂણા અભિયાન), સ્થળ પર જ સારવાર માટે ખાસ પશુઓ માટે બનાવવામાં આવેલી વિશેષ પ્રકારની એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પક્ષી ફરી વાર ઉડતું ન થાય ત્યાં સુધી તેની સંપુર્ણ સારવાર અને રહેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 


5.50 લાખ પોસ્ટકાર્ડથી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બચી જશે કે કાર્યકરો અને ધારાસભ્યોની ઈચ્છા પૂરી થશે?

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સેવા ચાલુ કરી તે પહેલા 35 હજારથી વધારે પક્ષીઓ ઉતરાયણ દરમિયાન દર વર્ષે મૃત્યુ પામ્યા હતા. જો કે કરૂણા અભિયાનનાં કારણે લોકોમાં જાગૃતી વધી છે. જો કે સાથે સાથે મુખ્યમંત્રીએ ચાઇનીઝ, પ્લાસ્ટીક કોટેડ દોરી અને તુક્કલનાં વેપારીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં પણ તંત્રને હાંકલ કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલ મુંગાજીવોની સારવાર થતી લાઇવ પણ નિહાળી હતી. કરૂણા અભિયાનના સિગ્નેચર કેમ્પેઇનનાં બોર્ડ પર પક્ષીઓની ચિંતા એટલે કરૂણા અભિયાન લખીને જીવદયાનો સંદેશ આપ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube