5.50 લાખ પોસ્ટકાર્ડથી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બચી જશે કે કાર્યકરો અને ધારાસભ્યોની ઈચ્છા પૂરી થશે?

ભાજપના પ્રદેશ સંગઠનમાં ધરખમ ફેરફાર આવવાના છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ હવે ગણતરીના દિવસોમાં ભાજપના જિલ્લા-શહેર પ્રમુખોના નામની જાહેરાત થવાની છે. જેમાં હાલના અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલને પણ બદલવામાં આવશે તેવું ભાજપમાં આંતરિક રીતે જ ચર્ચાઈ રહ્યું છે.

5.50 લાખ પોસ્ટકાર્ડથી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બચી જશે કે કાર્યકરો અને ધારાસભ્યોની ઈચ્છા પૂરી થશે?

બ્રિજેશ દોશી, અમદાવાદ: ભાજપના પ્રદેશ સંગઠનમાં ધરખમ ફેરફાર આવવાના છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ હવે ગણતરીના દિવસોમાં ભાજપના જિલ્લા-શહેર પ્રમુખોના નામની જાહેરાત થવાની છે. જેમાં હાલના અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલને પણ બદલવામાં આવશે તેવું ભાજપમાં આંતરિક રીતે જ ચર્ચાઈ રહ્યું છે. હવે ભાજપમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું સાડા પાંચ લાખ પોસ્ટકાર્ડ શહેર પ્રમુખ જગદીશ પંચાલને બચાવી શકશે?

નારણપુરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. જ્યાં શહેર સંગઠન દ્વારા લોકો પાસે પોસ્ટ કાર્ડ લખાવ્યા હતા તે અમિત શાહને સોંપવામાં આવ્યા હતા અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ બનાવ્યો હતો. જેને લઈને અમિત શાહે પણ મંચ પરથી આ કાર્ય બદલ તેમનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ સાથે અનેક વિવાદો જોડાયેલા રહ્યા છે. તેમની સામે અનેક ફરિયાદ પણ ઉઠી છે અને હાઈ કમાન્ડ સુધી પહોંચી હતી. તો પોતાના નજીકનાને સાચવવાના આરોપ લાગ્યા હતા. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવતા શહેર મહામંત્રી કૌશિક જૈન સાથે ચકમચ ઝરી હતી તો અમરાઈવડી બેઠકની પેટા ચૂંટણી સમયે પણ ઘણી ફરિયાદ તેની સામે ઉઠી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંચ પરથી અભિનંદન પાઠવતા શહેર પ્રમુખના મોઢા પર સ્મિત રેલાયું હતું પરંતુ ભાજપમાં જ એ વાત ચર્ચાનો મુદ્દો બન્યો છે કે શું આ સાડા પાંચ લાખ પોસ્ટ કાર્ડ શહેર પ્રમુખની ખુરશી બચાવી શકશે ?

અત્રે ઉલ્લેેેેેેેખનીય છે કે શાહે દાવો કર્યો કે ગુજરાત ભાજપ હંમેશા મજબૂત રહ્યું છે, ત્યારે આ વખતે પણ મિસકોલની સંખ્યામાં બાકીના રાજ્યોની સરખામણીમાં ગુજરાત આવે તે લક્ષ્યાંક સાથે કાર્યકરો મહેનત કરે. કાર્યકરોએ લોકોના ઘેર જઈને ભાજપે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર 8866288662 પર મિસકોલ કરાવવાનું રહેશે. ભાજપના કાર્યકરોએ લોકોને સીએની સાથે રામ મંદિર, કલમ 370, ત્રીપલ તલાક અને પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ અંગે પણ લોકોને માહિતગાર કરવાના રહેશે. કોંગ્રેસ અને ડાબેરીઓ ના ભ્રામક પ્રચાર સામે લોકો ને જાગૃત કરવાનું કામ ભાજપ કરશે. આ માટે અમિત શાહે સ્નેહ મિલનમાં હાજર તમામ કાર્યકરો અને આગેવાનોને મીસ્કોલ મરાવ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news