ગૌરવ પટેલ/અમદાવાદ :કાળઝાળ ગરમી બાદ ઠંડક આવે તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અસર જોવા મળશે. કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડી ગયો છે, ત્યારે ગુજરાતને બહુ જ જલ્દી ગરમીથી રાહત મળશે. 11 જૂને છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે, પણ ત્યાર બાદ 12 જૂને સાંજથી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


કાકાજી સસરાના પ્રેમમાં પડેલી બહેનની ભાઈએ કરી હત્યા, મારીને લાશ પાસે બેસી રહ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતની જનતા અને ખાસ કરીને ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી 11 જૂને ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ સાથે જ 12મી જૂને રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો 13મી જૂને પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે અરબી સમૂદ્રમાં પણ હવાનું દબાણ સર્જાયું છે. જેથી રાજ્યની જનતાને બહુ જલદી ગરમીમાંથી રાહત મળે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે, કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કિનારાના
વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી કરાઈ છે. 


ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ



6 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનને લઈને ગુજરાતના સમુદ્રમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં INBL નજીક ડીપ ડિપ્રેશન છે. વેરાવળથી અરબી સમુદ્રમાં 1020 કી.મી દૂર ડિપ્રેશન છે. મુંબઇથી 840 કી.મીના અંતરમાં આ ડીપ ડિપ્રેશન સર્જાયું છે. મુંબઈથી કેરળ અને કર્ણાટક નજીક વિસ્તાર આવેલા છે. ત્યારે અરબી સમુદ્ર કાંઠા વિસ્તારમાં ડીપ ડિપ્રેશન સાયક્લોનની શક્યતા છે. સાંજ સુધીમાં ડિપ્રેશન સાયકલોનમાં પરિવર્તિત થાય તેવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ત્યારે અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. 


ગુજરાતના મિલ્કમેનને ફિલ્મી પડદે ચમકાવનાર બોલિવુડના દિગ્ગજ કલાકાર ગિરીશ કર્નાડનું નિધન


સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ અસર જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. 9૦ થી 1૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આવામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગીર, સોમનાથ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, દીવમાં અસર જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે. 14 તારીખે પોરબંદર જામનગર દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને તંત્રને એલર્ટ કરાયું છે. તમામ પોર્ટ પર નંબર 1નું સિગ્નલ લગાવ્યું છે. 


ગુજરાતમાં અમરેલીના જાફરાબાદ બંદર પર ફિશરીઝ વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સિગ્નલને પગલે મોટાભાગની બોટો જાફરાબાદ બંદર પર પરત પહોંચી ગઈ છે. તો બીજી તરફ પોરબંદર અને જામનગર કાંઠે પણ 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.