ગુજરાત ઠંડુગાર, ઠંડીની સાથે વરસાદનો પણ પડી શકે છે ડબલ માર
સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી પણ શક્યતા છે
અમદાવાદ : અરબી સમુદ્રમાં ફરી એકવાર લો પ્રેશર સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ લો પ્રેશરની અસર ગુજરાત પર નહીં પડે, પરંતુ લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. આ સાથે 24 કલાકમાં દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
ગુજરાતની બળાત્કારની ઘટનાઓ વિશે CM વિજય રૂપાણીએ તોડ્યું મૌન, ખોંખારો ખાઈને કહ્યું કે....
હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી તોફાન 'પવન' ને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં શનિવારે અને રવિવારે વરસાદ પડવાની આગાહી કરી હતી. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા પણ હવામાન વિભાગે કરી હતી. આ વિસ્તારોમાં વધારે વરસાદ નહીં પડે પરંતુ હળવો જ વરસાદ પડશે. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા પણ હવામાન વિભાગે કરી હતી. આ વિસ્તારોમાં વધારે વરસાદ નહીં પડે પરંતુ હળવો જ વરસાદ પડશે.
Vadodara Rape : આરોપીને તડપાવીને તાત્કાલિક જાહેરમાં આપો ફાંસી, પીડિતાની માતાનો આક્રોશ
જોકે અમદાવાદ સહિત રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગઇકાલે શહેરમાં સાંજથી ઠંડા પવનો ફૂંકાવાનાં શરૂ થયા હતાં. અમદાવાદ સહિત રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસે પણ લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...