ગુજરાતની બળાત્કારની ઘટનાઓ વિશે CM વિજય રૂપાણીએ તોડ્યું મૌન, ખોંખારો ખાઈને કહ્યું કે....
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા (Vadodara)માં થયેલ દુષ્કર્મ (Rape) મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)એ મોટું નિવેદનદ આપ્યું છે
Trending Photos
સત્યમ હસોરા, રાજકોટ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા (Vadodara)માં થયેલ દુષ્કર્મ (Rape) મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ, વડોદરા અને સુરતના દુષ્કર્મના કેસ મામલે આરોપીઓ પકડાઇ ચૂક્યા છે. ગુજરાત પોલીસ (Police)ની મહેનત રંગ લાવી છે ત્યારે આગામી દિવસોમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરશે. આ ત્રણેય ઘટનામાં પીડિતાઓને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
એક તરફ દેશભરમાં રેપની ઘટનાઓ બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે જ્યારે બીજી તરફ સરકારો દ્વારા કોઇ જ આકરા પગલા લેવામાં ન આવી રહ્યા હોવાથી બળાત્કારીઓમાં કોઇ જ ભય ન હોવાનું સામે આવી રહ્યું છે જેને પગલે જ એક જ દિવસમાં વિવિધ રાજ્યોમાં સગીરાઓ પર રેપની અનેક ઘટના સામે આવી રહી છે.
દેશમાં મહિલાઓ અને બાળકો પર વધી રહેલા ગુનાઓ સામે કેન્દ્ર સરકારે કમર કસી છે. આ મામલે કેન્દ્ર સરકારનું કહેવુ છે કે, ટૂંકજ સમયમાં દેશભરમાં નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની તૈયારી થઇ રહી છે. જેમાં આ પ્રકારના મામલોઓમાં ન્યાય જલ્દી મળે. આ સાથે જ એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેનાથી આવા મામલાઓમાં તપાસ અને ન્યાય પ્રક્રિયા જલ્દીથી થાય. સરકારે જણાવ્યું કે ખાસ કરીને બાળકો સાથે દુષ્કર્મ જેવા ગંભીર મામલાઓ પર નિર્ણય બે જ મહિનાની અંદર લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે