અર્પણ કાયદાવાલા, અમદાવાદ : હાલમાં સમગ્ર ગુજરાત લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં બંધ છે ત્યારે રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનના કારણે ગરમીનો પ્રકોપ વધશે. હવામાન ખાતાએ આવતીકાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, ક્ચ્છ, પોરબંદર, રાજકોટ,સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરી છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે પણ 
આવતીકાલથી 3થી 4 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધવાની આગાહી  કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય તાપમાન કરતા બે ડિગ્રી વધારે ઊંચું તાપમાન રહે છે ત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ સંજોગોમાં સગર્ભા બહેનો, નાના બાળકો, વૃધ્ધો અને અશકત લોકોએ શકય હોય ત્યાં સુધી તડકામાં બહાર જવાનું ટાળવું. દરેક વ્યકિતએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવાનું રાખવું તથા પૌષ્ટિક આહાર જ લેવો. 


અનિવાર્ય સંજોગોમાં તડકામાં બહાર જવાનું થાય તો હલકા કપડા, ટોપી કે છત્રી અને ગોગલ્સ અવશ્ય પહેરવા. જોકે હાલની પરિસ્થિતિમાં લોકડાઉન હોવાના કારણે કારણ વગર બહાર નીકળવાનો પ્રશ્ન જ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube