Weather Today: ગુજરાતના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ જાણે જવાનુ નામ લેતો જ નથી
Weather Today: કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તો બીજી તરફ, કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જેના બાદ દયાપર, ગડુલી, વર્માનગર, દોલતપર, મેગપર, નારાયણ સરોવરમાં મોડી રાતે 12 વાગે વરસાદનું ઝાપટું પડતા માર્ગ પરથી પાણી વહી નીકળ્યા હતા.
અમદાવાદ :કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તો બીજી તરફ, કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જેના બાદ દયાપર, ગડુલી, વર્માનગર, દોલતપર, મેગપર, નારાયણ સરોવરમાં મોડી રાતે 12 વાગે વરસાદનું ઝાપટું પડતા માર્ગ પરથી પાણી વહી નીકળ્યા હતા.
Pics : 35 વર્ષ પહેલા ભારતમાંથી દત્તક લેવાયેલી મહિલાએ લીધો મોટો નિર્ણય, ખેતરમાં ત્યજી દેવાયેલી બાળકીને આપ્યો પરિવારપ્રેમ
શું હતી હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા કચ્છ અને બનાસકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને પગલે રેડ એલર્ટ જાહેર છે. પંજાબ અને હરિયાણામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ, બનાસકાંઠા અને કચ્છમાં અત્યંત સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉ.ગુજરાત અને કચ્છના વાતાવરણ એકાએક પલટો આવશે. વેસ્ટન ડિસ્ટબન્સને કારણે વરસાદ પડી શકે છે અને બે બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે.
ક્યાં વરસ્યો કમોસમી વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં આગાહી મુજબ, અંબાજી પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો નોંધાયો હતો. ઠંડીનો પારો ગગડતાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠાના થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. કમોસમી છાંટાને લઈને ખેડૂતો ચિંતીત બન્યા છે. જીરૂ, રાયડો, એરંડા, રાજગરાના પાકને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. તો કમોસમી વરસાદથી પાકમાં મચ્છરમોલો અને ઈયળના ઉપદ્રવની આશંકા પણ ખેડૂતોને છે. કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જેના બાદ દયાપર, ગડુલી, વર્માનગર, દોલતપર, મેગપર, નારાયણ સરોવરમાં મોડી રાતે 12 વાગે વરસાદનું ઝાપટું પડતા માર્ગ પરથી પાણી વહી નીકળ્યા હતા.
રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો ડાઉન
અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોમાં ઠંડીનો પારો ડાઉન છે, તો ગામડામાં શીત લહેરથી લોકો તાપણાનો સહારો લેવા લાગ્યા છે. લઘુતમ પારામાં સામાન્ય વધ-ઘટ વચ્ચે કચ્છમાં ઠંડીના ચમકારા ચાલુ રહ્યાં છે. નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 1 ડિગ્રી જેટલો ઘટીને 10.6 ડિગ્રીના આંકે પહોંચતાં રાજ્યના ઠંડા મથકોમાં નલિયાએ મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. કચ્છમાં ઠંડીની ફરી જમાવટ થઈ છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેને કારણે રસ્તાઓ પર વિઝીબિલિટી ઘટી ગઈ છે. વાહન ચાલકો પરેશાન થયા છે, તો હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી છે. ધુમ્મસ સાથે ભેજવાળું વાતાવરણ બનતા ઠંડીમાં અચાનક વધારો થયો છે.
સૌથી નીચું તાપમાન નલિયામાં 10.6 ડિગ્રી
- ડીસા 12.6 ડિગ્રી
- ગાંધીનગર 13.8 ડિગ્રી
- રાજકોટ 14.7
- અમદાવાદ 15.0 ડિગ્રી
- પોરબંદર 18.6 ડિગ્રી
- સુરેન્દ્રનગર 14.9 ડિગ્રી
- મહુવા 17.5 ડિગ્રી
- ભૂજ 14.4 ડિગ્રી
- વડોદરામાં 17.0 ડિગ્રી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...