હવામાન વિભાગ

AHMEDABAD: હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સવારી પહોંચી શકે

 રાજ્યમાં તૌકતે વાવાઝોડા બાદ ફરી એકવાર ગરમીએ માઝા મુકી છે. આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવી છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત શુક્રવારે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક સ્થળે હળવો વરસાદ વડે તેવી શક્યતા છે. 

May 27, 2021, 05:53 PM IST

ખેડૂતો આનંદો: GUJARAT માં સામાન્ય રહેશે ચોમાસુ, 98થી 100 ટકા વરસાદ પડશે

ભારતીય હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે ખુશ ખબર મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુસાર 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ ગુજરાત આવી પહોંચશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પુર્વાનુમાન વ્યક્ત કરાયું છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અંદમાન નિકોબારમાં શુક્રવારે સવારે આવી પહોંચ્યું જેના પગલે નિકોબારમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. 

May 21, 2021, 11:05 PM IST

ખેડૂતો તમારો પાક સાચવજો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું

 • રાજ્યના 5 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું
 • અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો
 • 3 અને 4 જાન્યુઆરીએ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ

Jan 2, 2021, 09:57 AM IST

આફતના માવઠા સામે ગુજરાત સરકારે કરી ખેડૂતોને વળતરની જાહેરાત

રાજ્યમાં ત્રણ દિવસ થયેલા વાતાવરણના પલટની સૌથી મોટી અસર ગુજરાતના ખેડૂતો પર પડી છે. કમોસમી વરસાદે તેમની કામણી છીનવી લીધી છે. ગુજરાતભરમાં ખેતરનો ઉભો પાક પલળી ગયો છે, જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આવામાં રાજ્ય સરકારે ખેડૂતો માટે વળતરની જાહેરાત કરી છે. ભરૂચમાં યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નુકસાની અંગે નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનીનો સરવે કરાશે. રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. 

Dec 12, 2020, 12:10 PM IST

ગુજરાતના આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ, 24 કલાકમાં 142 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો

 • છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો
 • જુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

Dec 12, 2020, 11:15 AM IST

કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી 3 દિવસ માટે બંધ

 • વ્યારા APMCમાં માવઠાથી ડાંગરની બોરીઓ પલળી ગઈ છે. જેથી વેપારીઓએ ડાંગરની બોરીઓ સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી આરંભી
 • અમદાવાદના બાવળા એપીએમસીએમાં ડાંગરની હરાજી બંધ કરવામાં આવી

Dec 11, 2020, 12:22 PM IST

માવઠાથી રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં મૂકાયેલી મગફળી પલળી, ભાવનગર યાર્ડમાં 500 બોરી બગડી

રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિ ઉભી થઈ છે. તો બીજી તરફ, રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી માવઠાના કારણે પલળી ગઈ છે. જેથી ખેડૂતોની ચિંતામાં ઓર વધારો થયો છે. કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આજે સમગ્ર રાજકોટમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. એક લાખ ગુણી મગફળી ખુલ્લા મેદાનમાં હોવાથી માવઠામાં પલળી ગઈ હતી. મગફળી પલળી જતા મગફળીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેથી આગામી સમયમાં મગફળીના ભાવમાં 10 થી 20 % ઘટાડો જોવા મળશે.

Dec 11, 2020, 11:31 AM IST

સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

હવામાનમાં એકાએક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંધ ઉડાવી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ,  અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે. આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

Dec 11, 2020, 08:15 AM IST

ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, નવસારીમાં વરસાદ પડ્યો

 • આજે સવારે નવસારી અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
 • 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે.

Dec 10, 2020, 08:35 AM IST

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં વરસાદ પડશે

ગુજરાતમાં ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. આવામાં ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાની માહિતી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે. સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Dec 8, 2020, 05:42 PM IST

આ 4 રાજ્યોમાં ભારે વરસાદની ચેતાવણી, હવામાન વિભાગે જાહેર કર્યું Red અને Orange એલર્ટ

તમિલનાડુ (Tamil Nadu)ના મત્સ્ય મંત્રી ડી.જયકુમારે કહ્યું કે હવામાન ખરાબ હોવાની આશંકાને જોતાં સમુદ્રમાં ગયેલી 200થી વધુ હોડીઓને સુરક્ષિત પરત લાવવા માટે સરકારના પ્રયત્નો ચાલુ છે.

Nov 30, 2020, 04:14 PM IST

સાવધાનઃ આ વખતે પડશે એવી ઠંડી, તૂટી જશે જૂના બધા રેકોર્ડ

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે કડકડતી ઠંડી પડવાની છે. એટલી ઠંડી તમે આ પહેલા ક્યારેય અનુભવી હશે નહીં. 
 

Nov 21, 2020, 03:04 PM IST
Watch 20 October Morning Important News Of The State PT15M11S

એક ક્લિકમાં જુઓ સવારના મોટા સમાચાર

Watch 20 October Morning Important News Of The State

Oct 20, 2020, 11:45 AM IST
Trouble To Farmers Of Patan Due To Late Rains PT7M25S
Samachar Gujarat: Watch 20 October All Important News Of The State PT17M46S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 20 October All Important News Of The State

Oct 20, 2020, 08:40 AM IST
Samachar Gujarat: Watch 18 October All Important News Of The State PT20M48S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 18 October All Important News Of The State

Oct 18, 2020, 08:30 PM IST

વાદળોના ટોળાએ ગુજરાતનું હવામાન બગાડ્યું, ઠેરઠેર વરસાદ તૂટી પડ્યો

વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં ગઈકાલથી વાતાવરણ પલટાયેલું છે. વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. તો ક્યાંક વીજળીના કડાકા સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ (monsoon) જોવા મળ્યો. આ કમોસમી વરસાદથી સૌથી મોટી ચિંતા ખેડૂતોના માથા પર આવી છે. 

Oct 18, 2020, 09:51 AM IST

ગુજરાતમાંથી હજી નથી ગયું ચોમાસું, આ તારીખે ફરીથી આવશે વરસાદ

મુંબઇથી પસાર થયા બાદ વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા ગુજરાતમાં વરસાદ આવશે, જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે તેવું હવામાન ખાતાનું કહેવું છે

Oct 15, 2020, 07:53 AM IST

રાત્રે સૂસવાટાભર્યા પવનથી થઈ ઠંડીની શરૂઆત, આ વર્ષે લાંબો ચાલશે શિયાળો

 • દેશના ઉત્તરી પહાડી અને મેદાની વિસ્તારોમાં પણ ચોમાસાની ઔપચારિક વિદાય થઈ ગઈ છે. ત્યારે આ સાથે ઠંડીની મોસમ પણ શરૂ થઈ.
 • શરદીની મોસમ શરૂ થતા જ તેના સંકેતો પણ દેખાઈ રહ્યાં છે. હવામાન વિભાગના તજજ્ઞોનું માનવુ છે કે, 15 ઓક્ટોબરથી દિવસના તાપમાનમાં ઘટાડો આવવા લાગશે

Oct 4, 2020, 08:10 AM IST