ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ગુજરાતુ વાતાવરણ બગડવાનુ છે. ગુજરાતમાં માવઠાની આગાહી (weather update) કરવામાં આવી છે. ગુજરાતમા કડકડતી ઠંડી પછી હવે કમોસમી વરસાદી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગમાં માવઠુ (gujarat rain) થવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે, ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગા એક્સપર્ટસ દ્વારા ગુજરાતના વાતાવરણમાં વિપરિત અસર જોવા મળવાની છે. 24 ડિસેમ્બર થી ૨૬મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસર જોવા મળશે તેવુ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું.


આ પણ વાંચો : મનના માણિગર સાથે ગાયિકા કિંજલ દવેએ કચ્છના રણમાં લીધી અંગત તસવીરો


હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. ગુજરાતના અનેક ભાગોમા કમોસમી વરસાદ જોવા મળવાનો છે. અરબ મહાસાગરની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના અનેક ભાગોમા વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના શહેરોમાં માવઠુ થવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરે પણ માવઠુ થશે. 


આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડીનુ પ્રમાણ વધશે. સાથે જ ગુજરાતના તાત માટે આ સૌથી ચિંતાજનક સમાચાર છે. માવઠાથી ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકસાની થઈ શકે છે. ખેડૂતોને ફરી નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે.