• સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી

  • માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે


આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે. આગામી 24 કલાકમાં વરસાદ (gujarat rain) ને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. આ સમાચારથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના
વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં સારો વરસાદ રહેવાના એંધાણ રહેલા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ 
આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદ પડી શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે તેવુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું.