આ ઉત્તરાયણમાં તમારો પેચ લડશે કે નહિ, પવનની ગતિ વિશે કરાઈ આવી આગાહી
Uttarayan : ઉત્તરાયણના દિવસે પવનની ગતિ તેજ રહેવાની આગાહી... આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી... 6થી 9 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં ઘટાડો થશે... 9 જાન્યુઆરી બાદ ઠંડીમાં થશે વધારો... 20 જાન્યુઆરી સુધી વાદળછાયા વાતાવરણની આગાહી...
Uttarayan સપના શર્મા/અમદાવાદ : વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં ઠંડી અનુભવાઈ રહી છે. હાલ ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યાં છે. પરંતુ સવાલ એ છે કે શું ઉત્તરાયણ પર પણ આવો પવન રહેશે કે નહિ. પવન હશે તો પતંગ ચગશે. ત્યારે ગુજરાતના પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ તેજ રહેવાની આગાહી કરાઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, ઉત્તરાયણના દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે, જેથી પતંગ રસિકો પતંગ ઉડાવવાની મજા માણી શકશે.
હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસોમાં કેવો પવન રહેશે તે વિશે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ પર સારો પવન રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. હાલ અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ત્રબન્સની અસરથી ધૂમ્મસભર્યું વાતાવરણ રહેશે.
આ પણ વાંચો :
હિંમત હોય તો જોજો આ Video, રખડતા શ્વાનનો બાળકી પર હુમલો, તેના ગાલની એવી હાલત કરી કે
વડોદરામાં નાનકડા પરિવારનો સામૂહિક આપઘાત : દિવાલ પર લખ્યું, અમે મરજીથી આપઘાત કરીએ છીએ
સૌરાષ્ટ્રમાં મગફળીના ખેડૂતોને લોટરી લાગી, અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા