હિંમત હોય તો જોજો આ વીડિયો, રખડતો શ્વાન બાળકી પર તૂટી પડ્યો, તેના ગાલની એવી હાલત કરી કે...

Street Dog Attack : સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં રખડતા કૂતરાનો આતંક...હંસ સોસાયટીમાં બાળકી અને તેની માતા પર કૂતરાએ કર્યો હુમલો....બાળકીને ગાલ પર બચકું ભરતા સારવાર માટે ખસેડાઈ...તંત્રએ કૂતરાનું કર્યું રેસક્યુ...
 

હિંમત હોય તો જોજો આ વીડિયો, રખડતો શ્વાન બાળકી પર તૂટી પડ્યો, તેના ગાલની એવી હાલત કરી કે...

Street Dog Attack ચેતન પટેલ/સુરત : સુરતમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. સુરતના વરાછાની હંસ સોસાયટી બહાર એક બાળકીને શ્વાને બચકા ભરી ગાલ કરડી ખાધો છે. પાલિકા તંત્રએ શ્વાનને પકડીને તે શ્વાન હકડવાયું છે કે નહીં તે જાણવા નિરીક્ષણ હેઠળ મૂક્યા છે. કુતરાના ખસીકરણ માટે પાલિકાની કામગીરી પુરતી ન હોવાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારની હંસ સોસાયટી બહાર એક નાનકડી બાળકી પર કુતરાના હુમલાનો સીસીટીવી કેદ થયાં છે. સીસીટીવીમાં બાળકી પર શ્વાનના હુમલાના દ્રશ્યો બાદ સુરતમાં રખડતા કૂતરા સામે આક્રમક કામગીરી કરવા માટેની માંગણી થઈ છે. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલા ફુલપાડા વિસ્તારમાં હંસ સોસાયટી આવી છે. આ સોસાયટીની બહાર એક રખડતા શ્વાને રમતી બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને અચાનક બાળકી પર હુમલો કર્યો, શ્વાને બાળકીના ગાલ પર બચકુ ભર્યું હતું અને તેનો લાગ ફાડી નાંખ્યો હતો. 

આ પણ વાંચો : 

આ દ્રશ્ય નજરે જોનાર એક મહિલાએ જણાવ્યું કે, અમે ચા કોફી પીતા હતા ત્યારે અચાનક જ બાળકી આવી અને થોડી વારમાં જતી રહી. પરંતુ ત્યાર બાદ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો તો અમે જઈને જોતાં બાળકીનો ગાલમાં ગાબડુ પડી ગયું હતું. તો અન્ય સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, બાળકી રમતા રમતા આગળ આવી હતી એટલામાં શ્વાન ત્યાં આવ્યું અને બાળકીને કરડી ગયું હતં. 

આ ઘટના બાદ આ વિસ્તારના બાળકો શ્વાનથી ભારે ગભરાઈ રહ્યા છે. ત્યારબાદ આ ઘટના અંગેના સીસીટીવી કેમેરાના દ્રષ્યો સોશિયલ મીડિયામા વાઈરલ થઈ રહ્યા છે, તેના કારણે સુરતમાં રખડતા શ્વાનનો આતંક દૂર કરવા માટે માંગણી થઈ રહી છે.

આ બનાવ અંગેની જાણ સુરત પાલિકાના માર્કેટ વિભાગને થતાં પાલિકાના માર્કેટ વિભાગે ત્વરિત આ શ્વાન બીજા કોઈને કરડે તે પહેલાં તેને પકડી લેવામા આવ્યો છે અને આ શ્વાન હડકાયો છે કે નહીં તે અંગે નિરીક્ષણ હેઠળ મુકવામા આવ્યો છે. સુરતમાં પહેલાં રખડતા ઢોરનો ત્રાસ હતો, હવે રખડતા શ્વાનનો હુમલો થતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news