• તારીખ 20થી 22 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી

  • સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ


ઝી મીડિયા/બ્યૂરો :છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય આગ વરસાવી રહ્યો છે, જમીન એવી તપી રહી છે કે, લોકો કાળઝાળ ગરમીમા શેકાઈ રહ્યાં છે. પરંતુ આ વચ્ચે એકવાર ફરીથી મોસમનો પારો ઉંચકાશે. ભારતીય મોસમ વિભાગના અપડેટ અનુસાર, આજથી 18 એપ્રિલથી મોસમનો મિજાજ બદલાવાનો છે. ગરમી વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં 20 થી 22 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. 20થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. જેમાં 00 એપ્રિલે પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. તો 21 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. 


આ પણ વાંચો : વડોદરાની શાંતિ કોણે ભંગ કરી? રવિવારે રાત્રે કોમી હિંસા બાદ સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરાઈ


ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ વાતાવરણ બદલાશે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારો, મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે. આ વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ જોવા મળશે, જેમાં ધૂળ ભરેલી આંધી પણ ઉઠશે. પવનની ડમરીને કારણે અનેક વિસ્તારોમાં ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગના એક્સપર્ટનું કહેવુ છે કે, ઉત્તરી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચલા સ્તર પર ચક્રવાતી હવાઓનુ એક દબાણ બન્યુ છે. જેને કારણે મોસમમાં બદલાવ આવી રહ્યો છે. જેને કારણે વરસાદ આવી શકે છે. 


હાલ રાજ્યમાં સતત કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે. 42.8 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે. તો અમદાવાદ 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. 


આ પણ વાંચો : 


સૂર્યદેવે રૌદ્રરૂપ ધારણ કર્યું છે ત્યારે લૂથી બચવા કરો આટલું કામ, જાણો લૂના લક્ષણો


21 વર્ષ બાદ કેશોદથી ફ્લાઇટે ભરી ઉડાન, પોરબંદર-દિલ્હી ફ્લાઇટ 27મી એપ્રિલથી શરૂ થશે


લગ્નમાં ગિફ્ટનો ટ્રેન્ડ બદલાયો, મહેમાનો લીંબુ બાદ હવે તેલનો ડબ્બો આપવા લાગ્યા