અમદાવાદ : દિવાળીના વેકેશન બાદ સુરતના ઉદ્યોગો ધીમે ધીમે શરુ થઇ રહ્યા છે, ત્યારે વિવિંગ ઉદ્યોગમાં ભારે માથાકૂટ શરૂ થઇ છે. સુરતના વરાછા અને લસકાણા બાદ હવે પીપોદરા વિસ્તારમાં પણ કારીગરોએ વિરોધ શરૂ કર્યો છે. કારીગરો કાપડ પર એક મીટરે પંદર થી પચ્ચીસ રૂપિયાનો ભાવ વધારો માંગી રહ્યા છે. જોકે આ અંગે કારીગરો તરફથી કોઈ વાતચીત કરવામાં આવી રહી નથી. છેલ્લા પાંચ છ દિવસથી સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતના વરાછા અને સરથાણા વિસ્તારમાં દિવાળી બાદ વિવિંગ ઉદ્યોગ શરૂ થયો હતો. પરતું તેમાં કામ કરતા કર્મચારીઓએ કોઈના દ્વારા ઉશ્કેરવામાં આવતા કારખાનાઓ બંધ કરાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેન્ગ્યું અંગે શાળા સ્તરેથી લવાશે જાગૃતી, શિક્ષણ વિભાગની અનોખી પહેલ


સતત વિરોધને પગલે આ વિસ્તારના અંદાજે 700થી વધુ એકમો બંધ રહેવા પામ્યા હતા. આ અંગે ઉદ્યોગકારોએ પોલીસ કમિશ્નરને મળી સુરક્ષા માટે રજૂઆત પણ કરી હતી. જો કે હવે વિરોધનો સુર શહેરની બહારના વિસ્તાર એવા પીપોદરા સુધી પહોચ્યો છે. સોમવારે પીપોદરા વિસ્તારમાં પણ કેટલાક કારીગરોનું એક ટોળું કારખાના બંધ કરાવવા માટે નીકળ્યું હતું. આ વિસ્તારમાં પણ અનેક કારખાના આવ્યા છે. ત્યારે કારીગરોના વિરોધને પગલે કારખાના બંધ કરવાનો વારો ઉદ્યોગકારોને આવ્યો હતો. જોકે શા માટે કારીગરો કારખાના બંધ કરાવી રહ્યા છે, તેમની માંગણી શું છે તે મુદ્દો કોઈ સ્પસ્ટ વાત કરવામાં આવી રહી નથી. કારખાના બંધ થવાને કારણે ઉદ્યોગકારોને દરરોજ લાખો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.


LIVE : મહારાષ્ટ્રઃ શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ 161 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર રચવાનો દાવો કર્યો


ગોલ્ડ સ્મગલિંગનું સ્વર્ગ બન્યું અમદાવાદ: દેશમાં ચોથા ક્રમેછે આપણું એરપોર્ટ


હાલ તો સમગ્ર મુદ્દે ભારે અવઢવની સ્થિતી છે. કારણ કે કારીગરો કામ પર નથી આવી રહ્યા પરંતુ તેઓ કયા કારણથી કામ પર નથી આવી રહ્યા અથવા તો તેમની માંગ શું છે તે અંગે વિવિંગના માલિકોને કોઇ માહિતી જ નથી. તેઓ આ હડતાળ હોય તો કઇ રીતે પુર્ણ કરવી અથવા વાતચીત કરવી તે અંગે પણ બેખબર છે. જો કોઇ કારખાનુ ચાલુ પણ થાય તો અન્ય કારીગરો દ્વારા આવીને બંધ કરાવી દેવામાં આવે છે.