ડેન્ગ્યું અંગે શાળા સ્તરેથી લવાશે જાગૃતી, શિક્ષણ વિભાગની અનોખી પહેલ
રાજ્યભરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે એવામાં ડેન્ગ્યુનો શિકાર નાના બાળકો વધુ સંખ્યામાં બની રહ્યા છે
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યભરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે એવામાં ડેન્ગ્યુનો શિકાર નાના બાળકો વધુ સંખ્યામાં બની રહ્યા છે. ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગચાળાને માત આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહ્યું છે. જેમાં હવે શિક્ષણ વિભાગની પણ મદદ લેવાઈ રહી છે. 'સ્વસ્થ રહો, સાવચેત રહો' અભિયાન હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરુ કરાયું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓની સાવચેતીનાં ભાગરૂપે શાળા સંચાલકોને આદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ અંગે માહિતગાર કરવામાં આવે.
ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કર્યો, તો ‘જીવડા’વાળી પાવભાજી આવી
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર કરીને ડેન્ગ્યુનાં કહેર સામે સાવચેતીનાં પગલા ભરવા શહેરની શાળાઓને આદેશ કર્યો છે. શહેરમાં સરકારી અને ખાનગી મળી કુલ 1500થી વધુ શાળાઓ આવેલી છે ત્યારે હવે વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ શું છે. ડેન્ગ્યુના મચ્છરો ના કરડે તે માટે શું કરવું. સાવચેતીના કેવા પ્રકારે પગલા લેવા. ડેન્ગ્યુનાં લક્ષણો અને તેની સારવાર અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા તમામ શાળાઓને કડક સુચના આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે