અમદાવાદ : શહેરમાં આજ રાત નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવેલા સંપૂર્ણ કર્ફ્યુને કારણે લોકોમાં મિશ્ર લાગણી જોવા મળી રહી છે. રવિવારથી લગ્નની સિઝન શરૂ થવા જઇ રહી છે. લોકડાઉન આવતા માત્ર અમદાવાદનાં જ 1700થી વધારે લગ્નો અટકી પડ્યા છે. વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થઇ જતા જ ફરી કર્ફ્યું અને નાઇટ કરફ્યું આવી પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતા જ બંધ પડી ગયો છે. અમદાવાદમાં શનિવારે 500થી વધારે અને રવિવારે 1200થી વધારે લગ્નોનું આયોજન થવાનું હતું. અનેક લોકો મહેમાન તરીકે પણ આવવા લાગ્યા હતા. તો બીજી તરફ કંકોતરિઓ વહેંચાઇ ગઇ હતી અને લગ્નને લગતી તમામ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી હતી. જો કે સરકારના આ નિર્ણયને કારણે તેમની અંદર કચવાટ જોવા મળી રહ્યો છે. 

આ અંગે વેડિંગ ઇવેન્ટમાં કામ કરતી કંપનીઓએ જણાવ્યું કે, 8 મહિના સુધી મહામંદીનો સામનો કર્યા બાદ હવે સિઝન ફરી શરૂ થતાની સાથે જ સરકારે આ પગલું ભર્યું છે. સરકારે કોઇ પણ નિર્ણય લેતા પહેલા વિચારવું જોઇતું હતું. અચાનક આ પ્રકારનો નિર્ણય અયોગ્ય છે. સરકાર દ્વારા લગાવાયેલા 2 દિવસના કર્ફ્યું અને નાઇટ કર્ફ્યુંના કારણે મોટી સમસ્યા થશે. 

સરકારે આ અંગે પહેલા વિચારીને કોઇ અલગ ગાઇડ લાઇન બહાર પાડવી જોઇએ. અથવા તો 10 કે 11 વાગ્યા બાદ કર્ફ્યુ લગાવવો જોઇએ. રવિવારે મોટી સંખ્ટામાં લોકોના લગ્ન છે. તમામ તૈયારીઓ થઇ ચુકી છે. મહેમાનો પણ આવી ગયા છે. પાર્ટી પ્લોટ અને હોલ પણ બુક થઇ ચુક્યા છે. ત્યારે કર્ફ્યુંના કારણે ખુબ જ અસંમજસની સ્થિતી જોવા મળી રહી છે. 

વેડિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા આ અંગે મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરીને છુટછાટ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પેશિયલ કેસમાં કોઇક છુટછાટ આફવા માટેની વિનંતી કરવામાં આવી છે. અખાત્રીજ વણજોયુ મુહર્ત અને ભડલી નોમ અષાઢ સુદ નોમ માં ઉત્તર ભારતમાં અનેક લગ્નોનું આયોજન થાય છે. જૂન મહિનામાં 12,25 અને 29 તારીખ, નવેમ્બરમાં 26,30 અને ડિસેમ્બરમાં 1,2,6,7,8,9,11 તારીખે જ લગ્નના મુહર્ત છે. તેવામાં જો લોકડાઉન લંબાય તો સ્થિતી વધારે વિકટ થઇ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube