ગાંધીનગર: ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે (Gujarat Alcohol Ban) અને કોઇની પાસે પણ મળી આવે તો તેને જેલની હવા સજા (Imprisonment) હોવાની જોગવાઇ છે. જોકે ગુજરાત (Gujarat News) ના ગાંધીનગર (Gandhinagar) થી એક વિચિત્ર સમાચાર (Weird News) સામે આવ્યા છે. અહીં માણસ નહી પરંતુ ભેંસો દારૂ (Intoxicated Buffaloes) ના નશામાં ધૂત જોવા મળી હતી. આ વાંચીને તમને આશ્વર્ય થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભેંસોને ચડ્યો ભયંકર નશો
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ (Gujarat Alcohol Ban) હોવાછતાં લોકો સંતાડીને છાનામાના દારૂની બોટલો  (Alcohol Bottles) પોતાની પાસે રાખે છે. એક વ્યક્તિએ ભેંસોના તબેલામાં દારૂની 101 બોટલ સંતાડીને રાખીને હતી. તેણે આ બોટલોને ભેંસોના પીવાના પાણીમાં સંતાડી હતી જેથી કોઇની નજર ન પડી શકે. પરંતુ પાણીમાં બોટલો ખુલી ગઇ અને ભેંસોએ તે દારૂ પી લીધો હતો. 

Sardar Sarovar Dam પાસે અનુભવાયો ભૂકંપનો આંચકો, 50 કિમી દૂર હતું કેંદ્ર બિંદુ


રેડ પાડતાં પોલીસ પડી અચંબામાં
આ તબેલા પર જ્યારે પોલીસ રેડ (Police Investigation) પાડવા પહોંચી તો તપાસમાં બોટલો ક્યાંય મળી નહી. પરંતુ ત્યારે પોલીસવાળાઓએ નશામાં ધૂત ભેંસોને જોઇ અને પછી સમગ્ર મામલો સમજવામાં થોડો પણ સમય ન લાગ્યો. ભેંસોની હાલતથી જ અંદાજો આવી ગયો કે તેમણે દારૂ પીધેલો છે. આ સમગ્ર ઘટના અજાણતાં સર્જાઇ હતી પરંતુ આ તબેલાના માલિકની પોલ ખૂલી ગઇ હતી.  

Petrol-Diesel બાદ CNG ના ભાવમાં થયો વધારો, જનતાને મોંઘવારીની વધુ એક માર


મળી આવી 101 બોટલો
જ્યારે પોલીસ (Police) એ તબેલામાં ભેંસોના પાણીવાળો કુંડ ચેક કર્યો તો તેમાં નીચે દારૂની 101 ખાલી બોટલો નિકળી હતી. ત્યારબાદ પૂછપરછ અને દારૂ સંતાડવાના કેસમાં પોલીસવાળાઓએ માલિકની ધરપકડ કરી. જોકે તેને બોટલો કુંડમાં સંતાડીને રાખી હતી પરંતુ ત્યારે ભૂલથી બોટલો ખૂલી ગઇ અને દારૂ ભેંસોના પાણી મિક્સ થઇ ગયો હતી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube