દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :બંગાળી કારીગરો દ્વારા સોનુ લઈ ભાગી જવાના સંખ્યાબંધ બનાવોમાં વધુ એકનો ઉમેરો થયો છે. દ્વારકામાં 25 વર્ષ જૂનો વિશ્વાસુ બંગાળી સોની વેપારીને 42 લાખનો ચૂનો ચોપડી ભાગી ગયો હતો. ત્યાર સોની વેપારીને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યંત નજીકનો હતો કારીગર
દ્વારકામાં સોની વેપારીને 42 લાખનો ચૂનો લગાડી બંગાળી કારીગર નાસી છૂટવાની ઘટના બની છે. દ્વારકામાં ક્રિષ્ના જવેલર્સ નામની પેઢી આવેલી છે. તેમના ત્યાં 25 વર્ષથી એક બંગાળી કારીગર કામ કરતો હતો. મૂળ પશ્ચિમ બંગાળનો આજીમ હાફિસ મુલ્હા નામનો કારીગર સોની વેપારીનો અત્યંત વિશ્વાસુ હતો. ત્યારે આ જ વિશ્વાસુ બંગાળી કારીગર વેપારીને રૂપિયા 42 લાખનો ગાળિયો કરી ફરાર થયો હતો. દાગીના બનાવવા આપેલ 42 લાખની કિંમતનું 798 ગ્રામ સોનું સહિત 42 હજાર રોકડા લઈ કારીગર રફુચકકર થઈ ગયો હતો. આ જાણીને સોની વેપારીના પગ નીચેથી જમીન ખસી જેવો ઘાટ સર્જાયો હતો. વેપારીએ આજીમ હાફિસ મુલ્હા નામના કારીગર સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. 


આ પણ વાંચો : પરિવારને મારનાર વિનોદની વાત સાંભળીને તમારું લોહી ઉકળી જશે, ઘરમાં લોહીના ડાઘ સાફ કર્યા બાદ રૂમમાં દારૂ પીધો


સૌરાષ્ટ્રમાં બંગાળી કારીગરોના છેતરવાના કિસ્સા વધ્યા 
ઉલ્લેખનીય છે કે, સોની બજારમાં અનેક વેપારીઓ પાસે બંગાળી કારીગરો કામ કરતા હોય છે. આ બંગાળી કારીગરો વિશ્વાસ જગાવીને છાશવારે વેપારીઓનું સોનુ લઈ ભાગી જતા હોય છે. જેમાંથી કેટલાક કિસ્સાઓમાં ઘરમેળે સમાધાન તો કેટલાક કિસ્સામાં ફરિયાદો થાય છે. ફરિયાદો થવા છતાં આરોપી બંગાળી કારીગરો મુખ્યત્વે પકડાતા નથી. પરિણામે સોનુ ગુમાવનાર વેપારીઓને ફરિયાદ નોંધાવ્યાના સંતોષ સિવાય કોઈ ફાયદો થતો નથી. સૌરાષ્ટ્રમાં આવા કિસ્સા ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. 


આ પણ વાંચો : નરેશ પટેલના રાજકારણની એન્ટ્રી વચ્ચે મોટી ખબર, પાટીદારોને રીઝવવા ભાજપ એક્શન મોડમાં આવ્યું


બીજી તરફ, દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી જુગારનો અખાડો પકડાયો હતો. જુગાલના અડ્ડા પરથી એક મહિલા સહિત 2 પુરુષોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ભાણવડ પોલીસે 5280 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.