પરિવારને મારનાર વિનોદની વાત સાંભળીને તમારું લોહી ઉકળી જશે, ઘરમાં લોહીના ડાઘ સાફ કર્યા બાદ રૂમમાં દારૂ પીધો

શહેરના ઓઢવમાં સામુહિક હત્યા કેસમાં હત્યારો ઘરનો મોભી વિનોદ ગાયકવાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. જેણે પત્નીના અનૈતિક સંબંધોને સામે આવતા પત્ની હત્યા બાદ બે બાળકો અને વડ સાસુની ઈરાદા પુર્વક હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો. પરંતુ પત્નીના પ્રેમી હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. અને આરોપી વિનોદ અમદાવાદ પરત પત્નીના પ્રેમી મારવા આવતા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો. આખરે એવો તે કેવો બાપ હતો કે, જેણે પત્નીના આડા સંબંધોને કારણે સંતાનોને રહેંસી નાંખ્યા હતા. જેણે ચાર-ચાર સભ્યોની હત્યા કરીને ઘર વેરવિખર કરી નાખ્યું.
પરિવારને મારનાર વિનોદની વાત સાંભળીને તમારું લોહી ઉકળી જશે, ઘરમાં લોહીના ડાઘ સાફ કર્યા બાદ રૂમમાં દારૂ પીધો

મૌલિક ધામેચા/અમદાવાદ :શહેરના ઓઢવમાં સામુહિક હત્યા કેસમાં હત્યારો ઘરનો મોભી વિનોદ ગાયકવાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. જેણે પત્નીના અનૈતિક સંબંધોને સામે આવતા પત્ની હત્યા બાદ બે બાળકો અને વડ સાસુની ઈરાદા પુર્વક હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો. પરંતુ પત્નીના પ્રેમી હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. અને આરોપી વિનોદ અમદાવાદ પરત પત્નીના પ્રેમી મારવા આવતા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો. આખરે એવો તે કેવો બાપ હતો કે, જેણે પત્નીના આડા સંબંધોને કારણે સંતાનોને રહેંસી નાંખ્યા હતા. જેણે ચાર-ચાર સભ્યોની હત્યા કરીને ઘર વેરવિખર કરી નાખ્યું.

હત્યા બાદ વિનોદને કોઈ પસ્તાવો નહિ 
ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિનોદ ઉર્ફે બાળા ગાયકવાડને પકડ્યો હતો. ઘરના ચાર સભ્યોની કરૂણ રીતે હત્યા કરી દીધી છતાં મોઢા પર કોઈ અફસોસ જોવા મળ્યો ન હતો. વિનોદને પોતાના પુત્ર દ્વારા પત્નીના આડાસંબંધની જાણ થઈ અને બસ પત્નીની હત્યા કરવા માટે પ્લાન બનાવ્યો. શનિવારના રોજ વિનોદે પત્નીને સરપ્રાઈઝ આપવાનું કહી આંખ અને મોઢા પર પટ્ટી બાંધીને મોતની સરપ્રાઈઝ આપીને હત્યા કરી દીધી. હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાથી બે બાળકોને વિનોદે વસ્તુ ખરીદવા બહાર મોકલ્યા હતા. જે બજારમાંથી વસ્તુ ખરીદી ઘરે પહેલા 15 વર્ષની દીકરી પ્રગતિ આવી જેની હત્યા કરી દીધી અને બાદમાં 17 વર્ષીય ગણેશ નામના દીકરો આવતા જ તેની પણ કરુણ રીતે હત્યા નિપજાવી. બાદમાં વડસાસુની હત્યા નિપજાવી. 

હથિયાર ઓઢવ પાસે ફેંક્યું
ગણતરીની મિનિટોમાં પત્ની, બે બાળકો અને વડ સાસુની હત્યા નિપજાવ્યા બાદ પોતાની સાસુ સજુબેનને પણ વિનોદે ઘરે બોલાવી હતી. હત્યાના ઈરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ધા માર્યો હતો. પરંતુ ચાર હત્યાનો પસ્તાવો થતા સાસુને આખી રાત્રે ઘરે બેસાડી રાખી હતી. વહેલી સવારે ઘરે મૂકી આવ્યો અને જે હથિયાર વડે હુમલો કર્યો તે ઓઢવ નજીક ફેંકી દીધું હતું. 

પત્નીના પ્રેમીને મારવા મધ્યપ્રદેશથી પરત અમદાવાદ આવતો હતો
સાસુ પર થયેલ હુમલાને અકસ્માતમાં ખપાવી પોતે ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. જો કે પત્નીનો પ્રેમી જીવિત હોવાથી તેના મનમાં તેને મારવાની ઈચ્છા જાગી હતી. તેના હત્યા માટે પત્નીનું મંગળસૂત્ર વેચવા વિનોદ અમદાવાદ આવ્યો હતો, પણ મંગળસૂત્ર ન વેચાતા સુરતથી મધ્યપ્રદેશના ઇન્દોરમા નાસી છૂટ્યો હતો. પરંતુ મધ્યપ્રદેશથી અમદાવાદ પત્નીના પ્રેમીની હત્યા કરવા આવી રહ્યો હતો. ત્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દાહોદ બોર્ડર પાસે એસટી બસમાંથી પકડી લીધો હતો. 

આરોપી વિનોદની પુરપરછમાં સામે આવ્યું કે, તેની પત્ની સોનલ બે વર્ષથી એક યુવક સાથે આડાસંબંધ ધરાવતી હતી. પત્ની સોનલ જ્યાં નોકરી કરતી તેના જ માલિક સાથે તેને સંબંધ હતા. આડા સંબંધમાં પરિવારની હત્યા કરી હતી. 26મીની રાત્રે પત્ની, બાળકો સહિત ચાર હત્યા કર્યા બાદ આરોપી પોતાના ઘરમાં રહેલ લોહીના ડાઘ સાફ કર્યા હતા અને ઘરમાં જ બેસી દારૂનો નશો કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. જો કે પ્રેમીના હત્યાનું કાવતરું ઘડ્યું હોવાના પર્દાફાશ થયા બાદ આરોપી વિરુદ્ધ વધુ કોઈ ગુનો નોંધાય છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news