કાળઝાળ ગરમી બાદ હવે બદલાતા વાતાવરણ માટે પણ તૈયાર રહેજો
કાળઝાળ ગરમી પછી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ :કાળઝાળ ગરમી પછી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 15 મે સુધીમાં ઉત્તર, પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા સાથે ગાજવીજ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
Pics : કેટરીના કરતા પણ વધુ ચર્ચાઈ ચૂંટણીમાં દેખાયેલી આ પીળી સાડીવાળી મહિલા, જાણો શું છે હકીકત
સાબરકાંઠાના વાતાવરણમાં પલટો
વાતાવરણના બદલાવની અસર સાબરકાંઠાના વાતાવરણમાં વહેલી સવારથી જોવા મળી હતી. શનિવાર બાદ સતત બીજા દિવસે ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લામાં રવિવારે વહેલી સવારે પવન ફૂંકાયો હતો. તો ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.
Mothers Day : પુત્ર માટે જીવ ઘસી નાંખતી ગુજરાતની આ માતાને સો સો સલામ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં 12 અને 13મેના રોજ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતમા 12થી 16મે સુઝી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક પછી એક એમ ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેના કારણે મેદાની વિસ્તારની સાથે સાથે પર્વતીય વિસ્તારમાં પણ હવામાનમાં સંપૂર્ણ પલટો આવી જશે. પશ્ચિમ રાજસ્થાનથી પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વાદળો ઘેરાવાની સાથે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Photos : પાણી માટે વલખા મારતા કચ્છની વધુ એક ભયાનક વાસ્તવિકતા, ભૂખથી તડપડી રહ્યા છે સેંકડો ઊંટ
હવામાન ખાતા મુજબ, 10, 11 અને 12 મે ના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ, ભારે પવન અને વીજળીના કડાકાની આગાહી કરાઈ હતી. જે દરમ્યાન પવનની ગતિ 30 થી 40 પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ આગામી એક સપ્તાહ સુધી ગરમીમાંથી પણ રાહત મળશે. હવામાન વિભાગનું કહેવુ છે કે 10 તારીખે બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વૉર્નિંગ, જ્યારે 11 તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે વૉર્નિંગ, તો 12 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને સુરેન્દ્રનગર માટે વૉર્નિંગ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અચાનક જ ભારે પવન ફૂંકાશે, સાથે જ વીજળી પડવાની પણ સંભાવના છે. નોંધનીય છેકે પાકિસ્તાન તરફથી આવતા પવનો થી આ અસર જોવા મળશે.