ગુજરાત :સમગ્ર દક્ષિણ  દરિયા કાંઠા સર્ક્યુલેશનને કારણે સમગ્ર રાજ્યમાં મોસમી વરસાદ અને માવઠાની પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ગત રાત્રિએ અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. આ એર સરર્ક્યુલેશનને કારણે દરિયામાં અપર એર સર્ક્યુલેશન સર્જાવાને કારણે દરિયામાં આશરે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે કાંઠા વિસ્તારના જિલ્લાના કલેક્ટરો દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાની આગાહી
અપર એર સરક્યુર્લેશન અંગે હવામાન ખાતા ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું કે, વરસાદી વિસ્તારમા ભારે પવન ફૂંકાશે. કચ્છ, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગરમાં વરસાદ પડશે. ત્યારે પવનની ગતિ વધારે હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, જ્યારે વરસાદ હશે ત્યારે પવનની ગતિ વધારે રહેશે. વરસાદને પગલે ખેતીના પાકને અસર થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તેમજ કમોસમી વરસાદવાળા વાતાવરણ વચ્ચે કેરીના પાકને નુકસાનની શક્યતા છે. અગામી બે દિવસમાં વરસાદી ઝાપટા પડશે. ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. દરિયા કિનારે પવનની ગતિ વધારે રહેશે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર એરસરક્યુલેશનના લીધે ગુજરાતમાં માવઠું થશે.


5 ફૂટ ઉછળ્યા મોજા, 2 નાની હોડી ડૂબી
અરબી સમુદ્રમાં ઉતપન્ન થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દ્વારકા સમુદ્રમાં કરન્ટ જોવા મળ્યો છે. તોફાની બનેલ સમુદ્રના મોજા 5  ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા હતા, જેથી કાંઠે ઉભેલા લોકો પણ ગભરાઈ ગયા હતા. તોફાની બનેલ સમુદ્રમાં રૂપેણ બંદરની 2 નાની હોડીઓએ જળસમાધિ લીધી હોવાના સમાચાર મળ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જળ સમાધિ લીધેલ 1 કે રૂપેન બંદરના રફીક હાજી ભેસળિયાની હોવાનું કહેવાય છે. આ હોડીના 3 ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા છે. ત્યારે બોટમાં સવાર અન્ય ખલાસીઓની શોધખોળ ચાલુ છે. તો અન્ય બીજી બોટ કોની હતી તથા તેમાં કેટલા માછીમાર સવાર હતા તેની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની જાણ થતાં ફિશરીઝ તેમજ મરીન પોલીસ પણ હરકતમાં આવી છે. 


જખૌના દરિયામા જહાજ ડૂબ્યું
કચ્છના જખૌના દરિયામાં વાતાવરણમાં પલટો આવવાને પગલે દરિયાઈ તોફાનમાં એક જહાજ ડૂબી હતું. જેમાં સવાર આઠ ક્રુ મેમ્બરોમાંથી સાતને બચાવી લેવાયા છે અને એકની શોધખોળ ચાલુ છે. જખાઉ સોલ્ટ નામની કંપનીનું આ જહાજ હતું. કોસ્ટ ગાર્ડની ત્રણ શિપ દ્વારા દરિયામાં એક ક્રુ મેમ્બરની શોધખોળની કામગીરી હાથ ધરાઈ છે.